વડોદરા : વડોદરા શહેરની બિન રાજકીય વ્યક્તિઓ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે હાઇકોર્ટમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને આખા ભારતમાં જ્યારે એક વોર્ડ એક બેઠકનો નિયમ અમલમાં છે. ત્યારે માત્રને માત્ર ગુજરાતમાં જ એક વોર્ડમાં એક કરતા વધુ બેઠકોના નિયમ સામે કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૫માં આ પડકાર ફેંકવામાં આવ્યો હતો.જેને પ્રાથમિક તબક્કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે તે સમયે કેસને ઉડાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ આ બાબતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જ્યા છેલ્લા ત્રણ દિવસથી સુનાવણી ચાલી રહી છે. આ પિટિશનની સુનાવણી દરમ્યાન ફરિયાદીના વકીલ દ્વારા બુધવારે ધારદાર દલીલો કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુવારે ૨૧ જાન્યુઆરીના રોજ આ કેસમાં સુનાવણીમાં ગુજરાત સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ વતી સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારના સોલીસીટર જનરલ તુષાર મેહતા દ્વારા કરવામાં આવી હતી. જે દલીલો આવતીકાલે શુક્રવારે પણ કરાશે. ભારત સરકારના સોલિસિટર જનરલની રજુઆતની સાથોસાથ તેઓની દલીલો સામે ફરિયાદ પક્ષના વિદ્વાન એડવોકેટ કપિલ સિબ્બલ દ્વારા પણ ક્રોસ આરગ્યુમેન્ટ કરવામાં આવી હતી. જે આગળ પણ ચાલુ રાખશે. આ કેસમાં જે જે વિષયોને પડકારવામાં આવ્યા છે. એમાં મહત્વના કેટલાક મુદ્દાઓમાં કોન્સ્ટિટ્યુશન સરકારને એવી કોઈ સત્તા આપે છે કે તે ચાહે તે રીતે ડિલીમીટેશન કરી શકે. સરકારે આરક્ષણમાં સ્ત્રી અનામતમાં એક વોર્ડમાં બે પુરુષ અને બે સ્ત્રીનું પ્રમાણ પણ યોગ્ય ન હોવાનું જણાવાયું છે. એ સિવાય પ્રત્યેક વોર્ડની વેલ્યુ એકસરખી હોવી જાેઈએ એવી પણ માગ કરાઈ છે. આ ઉપરાંત બીપીએમસી એક્ટ પ્રમાણે એક વોર્ડ એક બેઠક અને પ્રત્યેક વોર્ડ દીઠ જ્યારે પ્રજાને યોગ્ય ન્યાય આપીને કામગીરી કરી શકાય એને માટે ૨૫ થી ૨૬ હજારની વસ્તીને યોગ્ય ગણવામાં આવી છે. જ્યારે આજે એકમાત્ર ગુગુજરાતમાં એક વોર્ડ એક બેઠક ન હોવાથી વસ્તીનું પ્રમાણ સવાથી દોઢ લાખ જેટલું થાય છે. જે ભારે અસંતુલિત છે. એવું પણ દવા જણાવાયું છે. એરક વોર્ડ એક બેઠક ન હોવાને કારણે ગુજરાતની મહાનગર પાલિકાઓમાં વોર્ડ કમિટીની રચના કરી શકાતી નથી. જેને લઈને ભારે અનિયમિતતા સર્જાય છે. આમ આ કેસમાં સામસામી દલીલોને લઈને સરકાર ઘેરાતા એ રસપ્રદની સાથોસાથ ક્રિટિકલ તબક્કામાં આવી ગઈ છે. એ જાેતા ખુદ સરકાર દલીલ કરીને ડિફેન્સમાં આવી છે તે જાેતાં સીમાંકન કેસ મજબૂત પરિસ્થિતીમાં આવી ગયો છે. એ જાેતા એવી પણ ચર્ચાઓ છે કે બીજી તરફ સરકાર ચૂંટણીની જાહેરાતના મૂડમાં આવી ગઈ હોવાનું જણાય છે.

મહારાષ્ટ્રમાં ભાજપના શાસનમાં કરાયેલ ફેરફાર ઊલટો કરાયો

સમગ્ર દેશમાં એક વોર્ડ એક બેઠકનો નિયમ અસ્તિત્વમાં છે. પરંતુ એકમાત્ર ગુજરાતમાં ભાજપ દ્વારા એનું અમલીકરણ કરવામાં આવતું નથી. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન આવતા આ નિયમને ઘોળીને પી જવાયો હતો. તેમજ ત્યાં પણ એક વોર્ડ અને એકથી વધુ ત્રણ બેઠકો કરાઈ હતી. પરંતુ હવે આગામી ચૂંટણીઓમાં પુનઃ અગાઉની માફક એક વોર્ડ એક બેઠકનો નિયમ લાગુ પાડાનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

વસતી - વિસ્તારો વધ્યા છતાં વોર્ડ અને બેઠકોમાં ઘટાડો!

વડોદરા શહેરના જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી વડોદરા શહેરની વસ્તી અને વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. પરંતુ આ વખતે ગત ચૂંટણીની સાપેક્ષમાં વિસ્તારમાં ૨૫ % ઉપરાંત વધારો થવા છતાં વોર્ડ અને સભ્યોની સાંખ્ય ઘટેલી જ રાખવામાં આવી છે. એને યથાવત રાખવામાં આવી છે. એમ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું.