અંકલેશ્વર, તા.૧૭ 

અંકલેશ્વરના પીરામણ ગામ પાસે થી વેહતી ખાડી માં અંકલેશ્વરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ગેરકાયદે ની પાઈપ લાઈન દ્વારા આમલાખાડી માં નિકાલ થતું જોવામાં આવતા સ્થાનિકો દ્વારા જીપીસીબી અને નોટિફાઇડ એરિયા અધિકારી ને જાણ કરવામાં આવી હતી હતી.

પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે કહ્યું હતું કે ભૂતકાળ માં અને આ ચોમાશા માં અનેક વખત વરસાદી પાણી માં પ્રદુષિત પાણી ખાડીઓ માં છોડવામાં આવતા જળ-ચળ પશુ પ્રાણીઓ ના મૃત્યુ ના બનાવો બન્યા હતા જે બાબત ની અનેક ફરિયાદો પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી હતી. અને આ ચોમાશા માં ખાડીઓ માં પ્રદુષિત પાણી ના જાય એવા આદેશો આપવામાં આવ્યા છે.જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી વ્યાસ સાહેબ ને કરવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે “મને ગઈ કાલે ફરિયાદ મળી હતી અને ગઈ કાલે અમારી ટીમ દ્વારા સેમ્પલ લેવાયા છે અને અંકલેશ્વર નોટિફાઇડ અધિકારી ને રીપેર ની સુચના આપી છે. નોટિફાઇડ એરિયા અધિકારી અશોકભાઈ ને આ બાબત માં પૂછતા તેમણે જણાવ્યું હતું કે “ગઈ કાલે અમોએ આ પાઈપ લાઈન માં ટેસ્ટીંગ માટે પ્રદુષિત પાણી છોડ્યું હતું અને ગઈ કાલે જ બંધ કરી દીધું હતું.

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે જે પાઈપ લાઈન માંથી એફલુઅન્ટ છોડવામાં આવી રહ્યું છે એ પાઈપ લાઈન ઝગડિયા જીઆઇડીસી ની જૂની અને વર્ષો થી બંધ થયેલ પાઈપ-લાઈન છે.આ પાઈપ-લાઈન અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ની નથી એમના હદ વિસ્તાર માં પણ નથી તેથી એમને રીપેર કરવાની સુચના કેમ આપવામાં આવે છે ? અને છેલ્લા ૨૪ કલાક થી પ્રદુષિત પાણી ખાડી માં જઈ રહ્યું છે તો ટેસ્ટીંગ નો પ્રવાહ તો ના જ હોઈ શકે. અને ઝગડિયા ની પાઈપ લાઈન ની ટેસ્ટીંગ ની કેમ જરૂર નોટિફાઇડ અંકલેશ્વર ને કેમ પડી અને આ ટેસ્ટીંગ ની મંજુરી કોને આપી તે સમજાતું નથી.