છોટાઉદેપુર : છોટાઉદેપુર નગર પાલિકા ના નવા પ્રમુખે સત્તા સંભાળતા જ સૌ પ્રથમ નગર ની આઈ હોસ્પિટલ ને સીલ મારવામાં આવ્યું હતું.આજરોજ પાલિકા ના ચીફ ઓફિસર પોતાના સ્ટાફ સાથે આઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને કોરોના પહેલા જેટલા વિભાગો માં સીલ હતું ત્યાં ફરીથી સીલ મારવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના બીમારી ના આગમન બાદ કલેક્ટર ના આદેશ થી સીલ ખોલવામાં આવ્યા હતા અને આઈ હોસ્પિટલ ને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવ્યું હતું. હાલ આઈ હોસ્પિટલ ની ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે નો કરાર પૂરો થયો છે.પરંતુ કોરોના ના આ કપરા કાળ માં નગર ની મર્યાદિત તબીબી સુવિધાઓ ને આ રીતે સીલ મારી ને બંધ કરવા નું કૃત્ય નગરજનો માં ટીકા ને પાત્ર બન્યું હતું. નગર પાલિકા દ્વારા વિના નોટીસે સીલ મારવામા આવતા પાલિકાનો પૂર્વગ્રહ નજરે ચઢતો હતો.