વાઘોડિયા, તા.૧ 

વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલ મુંજાલ ઓટો લિમિટેડ કંપનીએ પોતાની ત્યાં કામ કરતાં આશરે ૩૦ જેટલા કામદારોને કોઇપણ જાતની પૂર્વ સુચના કે નોટિસ પાઠવ્યા વિના છુટા કરી દેતા કામદારો નિરાધાર બની ગયા છે.

એક તરફ કોરોનાની મહામારીમા લોકોને પરિવારનુ ભરણ પોષણ કરવા મથામણ કરવી પડે છે. તો બીજી બાજુ અનલોકીંગ શરૂ થતાજ મુંજાલ ઓટો ઇન્ડસ્ટ્રીઝે ૩૦ કામદારોને કફોળી હાલતમા નોકરીએ રાખવાના બદલે છૂટા કરી દિઘા છે. કંપનીએ કોઈ પણ જાતની જાણકારી આપ્યાવિના ગત્‌ રોજ દિવસ પાળી પતાવી ઊતરેલા કામદારોને ઓંચીંતાનુજ કાલથી કંપનીમા આવવુ નહિ તેવુ જણાવી દેતા કામદારોને ઝટકો લાગ્યો છે. કાયમીનોકરી ઘરાવતા કામદારો છેલ્લા ૩૦ વર્ષથી પોતાની આખેઆખી જીંદગી કંપનીમા ફરજ બજાવવામા ખર્ચી કાઢી છે. કંપની તેમનો પરિવાર છે. ત્યારે કારણ વિના નિવૃત્તીને આરે પહોંચેલા કામદારોને ઓંચીતા જ નોકરી કરવા આવવાની ના પાડી દેતા હાલત કફોડી બની છે. નોકરી પર જીવન નિભાવતા પરિવારોએ હોમલોન, બેંકલોન, વ્હિકલ લોન, નાના - મોટા પ્રસંગો તેમજ બાળકોના અભ્યાસ જેવા ખર્ચાઓ ક્યાંથી પુરા કરશે તેવી ચિંતા તેવોને સતાવી રહિ છે. લોકડાઊનમા જીંદગી દાવપર મુકી કામદારો ફરજ પર આવતા હતા. જ્યારે કંપનીને જરુર હતી ત્યારે કંપનીએ તેમને રાખ્ય્‌ અને હવે જ્યારે કામદારોને કંપનીની જરુર છે. ત્યારે જ કાયમી નોકરી ઘરાવતા કામદારોને છૂટા કરી દેવાયા છે. અન લોક થયાબાદ કંપનીમા કામકરતા આશરે ૫૦૦ જેટલા કોન્ટ્રાક્ટરના કામદારોને પણ આવીજ રીતે થોડા મહિના પહેલા છુટા કરી દેવાયા હતા. મુંજાલ ઓટો ઈન્ડસ્ટ્રીજમા સુત્રોનુ માનીએતો કુલ ૨૦૦ જેટલા કામદારોને તબ્બકાવાર છુટાકરવાનુ લિસ્ટ તૈયાર કર્યુ છે.કંપની કોઈ પણ જાતનો કામદારોને જવાબ કે લેખીતમા છૂટા કરવાનુ કારણ દર્શાવવા તૈયારનથી.