સુરત,તા.૧ 

સુરતમાં પુર,પ્લેગ કે અન્ય કોઈ પણ આફત હોય પરંતુ ગણેશોત્સવ સુરતીઓ ભારેધામ ધુમથી ઉજવણી કરે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પહેલી વાર સુરતના ઈતિહાસમાં ધામધુમ વિના શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતના રસ્તા પર પહેલી વાર શ્રીજી વિસર્જન યાત્રા નિકળવાના બદલે લોકોએ ઘર આંગણે જ ભક્તિભાવ પુર્વક શ્રીજીની પ્રતિમાને વિસર્જન કરી સુરતમાંથી કોરોના વિદાય લે તેવી પ્રાર્થના કરી હતી. આમ લોકોએ ૧૦ દિવસ ગણેશજીની પુજા અર્ચના કર્યા બાદ અશ્રુભીની આંખે બાપાને વિદાય આપી હતી. કોરોના વાયરસના કારણે લોકોએ ઢોલ નગારાના બદલે ઘરોમાં જ બાપાને વિસર્જન કર્યા હતા. ગણેશ ભક્તોએ બાપાને શ્રધ્ધા પુર્વક અને ભાવ પુર્વક ભીની આંખે વિદાય આપવા સાથે કોરોનાની પણ સુરતમાંથી વિદાય થાય તેવી પ્રાર્થના કરી હતી.