વડોદરા, તા.૫ 

શિયાળાની કડકડતી ઠંડીમાં ફુટપાથ પર રહેતા શ્રમજીવીઓને હુફ મળે તે માટે ગરમ વસ્ત્રો, ધાબળા વગેરેનું વિતરણ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા

કરવામાં આવે છે.

ત્યારે શહેરની સમર્પિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૫૦ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમર્પિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિક્રેટ સંતાનું કાર્ય શરૂ કરાયું છે. જે અંતર્ગત ટ્રસ્ટની ટીમ દ્વારા વડોદરાના ફુટપાથ પર રહેતાં અને સ્મ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને ૧૫૦ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રસ્ટના વોલ્યુન્ટર્સ દ્વારા ગરીબ તથા જરૂરીયાતમંદ બાળકોને દૂધનું વિતરણ પણ દર રવિવારે કરવામાં આવે છે.