ધનસુરા,તા.૨૨ 

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના દોલપુર ગામમાં કોરોના મહામારીને લઈને લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.સરકારના આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત કરેલી દવા છે જે ર્ઝ્રંફૈંડ્ઢ ૧૯ કોરોના સામે ઈમ્યુનિટી પાવર વધારવા માટે ખૂબજ ઉપયોગી છે.આ દવાનું દોલપુર ગામમાં ઘરે ઘરે જઈ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ દવાનું વિતરણ ભેંસાવાડા સરપંચ અંબાબેન અને નટુભાઈ દેસાઈ અને ગામના સામાજિક કાર્યકર અને વકિલ એવા પુષ્પાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગામ લોકોને આ દવા વિશે સમજ આપવામાં આવી હતી.કોરોનાને લઈ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દવાના વિતરણ કાર્યક્રમ દરમિયાન લોકોને કોરોના મહામારીથી બચવા માટેના ઉપયો વિશે પણ જાણકારી પુરી પાડવામાં આવી હતી.