અમદાવાદ

રાજ્યની ૬ મહાનગર પાલિકાઓની ચૂંટણી બાદ હવે બંને પાર્ટીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સર કરવા માટે પ્રચારમાં લાગી ગઈ છે.આ વખતે કોંગ્રેસ લોકો વચ્ચે જઇ તેઓના પ્રશ્નો સાંભળી રહી છે.કોરોના બાદ પરિસ્થિતિ હાજી સુધી ઠીક નથી થઈ ત્યારે વધતા જતા પેટ્રોલના ભાવ ખેડૂતોનું આંદોલન જેવા પ્રશ્નોને સામે લાવીને કોંગ્રેસ પ્રચારમાં લાગી છે.જિલ્લા પંચાયતના કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નાના  નાનાં ગામડાં સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યી છે.આમ જનતાના પ્રશ્નો અને સમસ્યાને કોંગ્રેસ સાંભળી રહી છે.ગામડામાં લોકોને ગટર, રોડ -રસ્તા અને સિંચાઇના પાણીની જરૂર છે.અનિયમિત સિંચાઇનું પાણી મળતા ખેડૂતોને હાલાકી છે.ખેડૂતોને નવા પોષણક્ષમ ભાવ અને અતિવૃષ્ટિનું વળતર પણ મળી રહ્યું નથી. નકલી બિયારણો અને ખાતરમાં ભેળસેળ થાય છે. સરકાર આવા લોકોને પકડવાની બદલ ખેડૂતોને સાવચેત રહેવા કહે છે. આ વખત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ૨૨ થી વધુ સીટો આવશે એવી અમને આશા છે.