રાજકોટ-

દીવ પોલીસને છેલ્લા ૧૫ વર્ષથી લક્ઝરિયસ કારોની ચોરી કરતા એમબીએ થયેલા હાઈપ્રોફાઈલ વાહનચોર અને ગેંગનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ ગયા વર્ષે બન્દર ચોક પાસે આલિશાન હોટલ ની સામે થી એક ફોર્ચ્યુન ગાડી ચોરી થઇ હોવાની ફરિયાદ મળી હતી જેના અનુસંધાનમાં દીવ પોલીસે એસપી હરેશ્વર સ્વામી અને સંઘપ્રદેશના ડીઆઈજી ના માર્ગદર્શન હેઠળ ચોરીમાં સામેલ વ્યક્તિના ટ્રેકિંગ માટે ટીમ નું ગઠન કર્યું હતું ભભદિં ફૂટેજથી એ જાણવા મળ્યું હતું કે મર્સિડીઝ કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓ રજ્ઞિિીંક્ષયિ ગાડી લઇને પલાયન થઈ ગયા હતા. ત્યારબાદ લગાતાર આઠ દિવસ સુધી હજારો કિલોમીટરનો ચેસિંગ કરતા. પીએસઆઇ લીલાધરએ એક આરોપી દેવેન્દ્રને જયપુર રાજસ્થાન થી પકડી પાડ્યો હતો. મુખ્ય આરોપી સતેન્દ્ર હજુ પોલીસની પકડથી બહાર હતો. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે આ આંતરરાજ્ય ચોરીની ગેંગ ફોરચુનર, ઓડી, મર્ઝીડીઝ જેવી લક્ઝરિયસ કારોની ચોરી કરતી હતી. આરોપી ઉપર દબાણ કરતા તેમને ચોરી કરેલી કારનો પત્તો બતાવતા તે મુંબઈથી બરામત કરવામાં આવી હતી. મુખ્ય આરોપી સતેન્દ્ર પોતાનું-લોકેશન બદલતો રહેતો હોવા છતાં પીએસઆઇ પુનિત મીણા એ બિકાનેર રાજસ્થાન થી તેની ધરપકડ કરી હતી.