અમદાવાદ-

દિપાવલી પર્વને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે તમામ વેપાર ધંધા પર માઠી અસર થઈ છે. તેવા સમયે જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે. તેમ તેમ સુની બજારોમાં રોનક જોવા મળી રહી છે. રાજકોટની બજારોમાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે.

લોકો કોરોનાના ભયને ભૂલીને દિવાળીની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. શહેરની નાની-મોટી તમામ બજારો, મુખ્ય માર્ગો અને મોલમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હોય તેવો ધમધમાટ જોવા મળ્યો છે. વાર તહેવારની ખરીદી માટે શહેરની મુખ્ય બજારો ધમેન્દ્રરોડ અને ગુંદાવાડીમાં રવિવારે પણ ભારે ભીડ જોવા મળી રહી છે. 

દિવાળીની ઉજવણી નિમિતે લોકો તોરણ, મુખવાસ રંગોળીનાકલર, ઘરની સાજ સજાવટ સહિતની વસ્તુઓ ખરીદતા નજરે પડી રહ્યા છે. દિવાળી પર્વે મંદીના માહોલને આનંદમાં પરિવર્તિત કર્યો છે. લોકો દિવાળીની ઉજવણી અને નવાવર્ષેને વધાવવા ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે.