ગાંધીનગર-

રાજ્યમાં કોરોના વાઈરસના કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે. શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે અસમંજસ છે તેવામાં શિક્ષણ વિભાગે શાળાઓ માટે 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરી દીધું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા વર્ષ નિમિત્તે કેલેન્ડર તૈયાર કરવામાં આવતું હોય છે. આ કેલેન્ડર તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડતું હોય છે. હાલમાં કોરોના કાળના કારણે હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહ્યું છે, પરંતુ શિક્ષણ વિભાગે દિવાળી વેકેશન માટે કેલેન્ડર તૈયાર કરી દીધું છે. આથી 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી શાળાોમાં દિવાળી વેકેશન રહેશે. રાજ્યમાં શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે અસમંજસ છે, તેવામાં શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી વેકેશનની જાહેરાત કરી દીધી છે. શિક્ષણ વિભાગ દ્વારા 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.