વડોદરા

ભારતીય ટીમના પૂર્વ કેમ્પટન અને દિગ્ગજ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડના ૯૨માં જન્મ દિવસે બીસીએ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બીસીએના સૌજન્યથી પોસ્ટવિભાગ દ્વારા વડોદરાના આંતર રાષ્ટ્રિયક્રિકેટરો તેમજ બીસીસીઆઇમાં સ્થાન ધરાવતા વડોદરાના દિગ્ગજાેની સ્મૃતિમા પોસ્ટલકવર બહાર પાડવામાં આવ્યું હતું.

બીસીએના સૌજન્યથી પોસ્ટવિભાગ દ્વારા પોસ્ટલ કવરનું અનાવરણ કરીને વડોદરાના ગૌરવશાળી ક્રિકેટરના ઇતિહાસને ઉજાગર કર્યો હતો. ક્રિકેટને પ્રોત્સાહન આપવા તેમજ આંતર રાષ્ટ્રિય સ્તરના ક્રિકેટરોની અમુલ્ય યોગદાન છે. તેમાય સ્વ. મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડનું યોગદાન અમુલ્ય રહ્યું છે. તેમણે ૧૯૫૯માં પેલેસ સંકુલમાં મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ વડોદરાના ક્રિકેટરો માટે ભેટ આપ્યું હતું. ત્યારથી વડોદરાનો ક્રિકેટ ઇતિહાસમાં અનેક દિગ્ગજ ક્રિકેટરોએ દેશનું પ્રતિનિધિત્વ કરીને આંતર રાષ્ટ્રિયસ્તરે નામ રોશન કર્યું છે.

૧૯૫૧માં ક્રિકેટકારકિર્દી શરૂ કરનાર મહાન ક્રિકેટર ડી.કે.ગાયકવાડ ભારતીય ટીમના કેપ્ટન રહ્યા હતાં. તે સમયે અન્ય દિગ્ગજાેમાં વિજય હઝારે, દત્તુ ફડકર, ચંદુ બોરડે, કિસન ચંદ જેવા ક્રિકેટરો ભારતીય ટીમમાં પ્રતિનિધિત્વ કરતા હતાં. આ સિલસિલો યથાવત રહ્યો હતો જેમાં અંજુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગીયા, રશીદ પટેલ, અતુલ બેદાડે, ઇરફાન અને યુસુફ પઠાણ વગેરે આંતર રાષ્ટ્રિય ક્રિકેટમાં વડોદરાની ભેટ છે. પોસ્ટલકવરમાં સ્વ.મહારાજ ફતેસિંહરાવ ગાયકવાડ, આઇપીએલના ચેરમેન રહી ચુકેલા ચિરાયું અમીન, બીસીસીઆઇના પૂર્વ જનરલ સેક્રેટરી સ્વ.જે.વાય.લેલેના યોગદાને પણ યાદ કરવામાં આવ્યું છે. આજે ડી.કે. ગાયકવાડના ૯૨માં જન્મ દિવસે બીસીએના સેક્રેટરી અજીત લેલે, આઇઓ અને પદાધિકારીઓએ તેમના નિવાસ્થાને જઇ સ્મૃતિ ચિન્દ્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગે જી.પી.ઓ ખાતે ઉચ્ચ અધિકારીઓ અને બીસીએના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું.