છોટાઉદેપુર, તા.૧૦ 

દાહોદ કલેકટર દ્વારા ડી.એલ.આર ના કર્મચારી ને ગેર વર્તણુક કરતાં , તેનો નિકાલ ન આવતા સ્થાનિક કચેરીના કર્મચારીઓ ઉપવાસ પર બેઠા હતા. આજરોજ છોટાઉદેપુર જિલ્લા ડી.એલ.આર. કચેરીના કર્મચારીઓ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન સંકુલ પાસે પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતા. બહુચર્ચિત બનેલા દાહોદના કલેકટર દ્વારા ડી.એલ.આર. કચેરી દાહોદના અધિકારી અને કર્મચારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યું હતું.

આ બાબતે સરકાર દ્વારા કોઈજ પગલાં ન લેવાતા ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ ડિપાર્ટમેન્ટ ગેઝેટેડ ઓફિસર્સ એશોશિએશન અને ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ - ૩ કર્મચારી મહામંડળ છોટાઉદેપુર ના અધિકારી અને કર્મચારીઓ તા. ૩૧-૮-૨૦૨૦ થી તા. ૧૫-૯-૨૦૨૦ સુધી પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતા. તેમને વધુ માં જણાવ્યું હતું કે આ અંગે સરકાર દ્વારા તાત્કાલિક કોઈ જ ર્નિણય નહિ લેવાય તો આંદોલન ને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. કર્મચારીઓેએ કહ્યું હતું કે કલેક્ટરની ગેરવર્તણૂક ન ચલાવી લેવાય અને તેનો વિરોધ કરાશે.