નવી દિલ્હી- 

ખેડૂત આંદોલન બાબતે સુપ્રીમ કોર્ટ હવે ભારે સક્રિયતા દાખવી રહી છે. આંદોલનનો ઉકેલ લાવવા બાબતે બુધવારે કેન્દ્રને તાકીદ કર્યા બાદ ગુરુવારે ટોચની અદાલતે કેન્દ્રને સવાલ કર્યો હતો કે, ખેડૂતોની શી હાલત છે, શું તેઓ કોરોના પ્રોટોકોલનો અમલ કરી રહ્યા છે કેમ.

છેલ્લા ૪૦ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન રાજધાનીની સીમાઓ પર ધામા નાંખીને બેઠેલા ખેડૂતો જાે કોરોના પ્રોટોકોલનો અમલ ન કરે તો ક્યાંક તબલીગી જમાત જેવી હાલત તો નહીં થઈ જાય, એવો સવાલ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. ગઈકાલે કેન્દ્ર દ્વારા સુપ્રીમમાં એવો મત વ્યક્ત કરાયો હતો કે, ખેડૂતો સાથેની સરકારની વાતચીતનો કોઈક ઉકેલ આવી શકે છે ત્યારે જાે સુપ્રીમ કોર્ટ દ્વારા કેસની સુનાવણી થશે તો, મંત્રણાઓ ખોરંભે પડી શકે છે. સરકાર તરફથી એટર્ની જર્નલ વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા આવો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.