લોકસત્તા ડેસ્ક-

1947 એક તરફ વસંત આવી ચુક્યો હતો અને વતનમાં લોકો આઝાદીની મીટ માંડીને વાટ જોઇ રહ્યાં હતા. 200 વર્ષની અંગ્રેજ ગુલામી બાદ ક્રાતિવીરોની મહેનત બાદ દેશ આઝાદ થઇ રહ્યો હતો. સાથે દેશના ટુકડાં પણ થઇ રહ્યાં હતાં. ફક્ત જમીનના ટુકડાં નહીં, પરંતુ લોકોની લાગણીઓ પણ વિખરાઇ રહી હતી. ભારતને આજે આઝાદ થયે 73 વર્ષ થઇ ગયા છે અને આ વર્ષે આપણે 70મો ગણતંત્ર દિવસ ઉજવવા જઇ રહ્યાં છીએ. પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરશે. 1950માં દેશમાં પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ લાલ કિલ્લા પરથી દેશને પ્રથમવાર સંબોધન કર્યુ હતું અને આવનાર ભારતની ઉજ્જવળ તસવીર બતાવી હતી. 

ભારતનું બંધારણ 10 દેશોના બંધારણ પરથી બન્યું

1947થી માંડીને 1950 સુધી દેશમાં ઘણું થયું, ભારત-પાકિસ્તાનનું યુદ્ધ, ગાંધીજીની હત્યા, ભારતનું એકીકરણ અને ભારત બંધારણનું ઘડતર, 9 ડિસેમ્બર, 1946ના રોજ બંધારણ સભામાં પહેલીવાર બંધારણની ચર્ચા કરવામાં આવી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે આપણું બંધારણ 10 દેશોના બંધારણ પરથી બન્યું છે. તે 10 દેશ બ્રિટન, આયરલેન્ડ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, રશિયા, જર્મની, સાઉથ આફ્રિકા અને જાપાન જેવાં દેશોના બંધારણમાંથી થોડું થોડું લઇને આપણું બંધારણ ઘડવામાં આવ્યું છે. 

બંધારણ સમિતીમાં 389 સભ્યો હતાં, જેમાં 93 સભ્યો દેશી રજવાડાઓના હતાં 

આપણી બંધારણ સમિતીમાં 389 સભ્યો હતાં, જેમાં 93 સભ્યો દેશી રજવાડાઓના હતાં અને 296 બ્રિટન ઇન્ડિયાના હતાં અને સો પ્રથમ બંધારણ સમિતીના અધ્યક્ષ ડો.સચ્ચીદાંનદ હતાં. ત્યારપછી ડો.રાજેન્દ્ર પ્રસાદ જે આપણાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ પણ હતાં. તેમની અધ્યક્ષતા હેઠળ ભારતનું બંધારણ ઘડાયું હતું. આ બંધારણ સમિતીના ચેરમેન ડો. ભીમરાવ આંમ્બેડકર હતાં, જેમને આપણે સૌ બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓણખીએ છે.

રાષ્ટ્રગીતના ગાન સમયે આ ખાસ વાતોનું ધ્યાન રાખવું

કોઇ પણ દેશની ઓળખ હોય છે. તેનો ઝંડો તેનું રાષ્ટ્રગીત ભારતના બંધારણમાં આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ભારતનું રાષ્ટ્રગીત જન, ગણ, મન ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે 11 ડિસેમ્બર, 1911માં લખ્યું હતું. 28 ડિસેમ્બર કોંગ્રેસની સભામાં પહેલીવાર તેનું ગાન કરવામાં આવ્યું હતું. બાદમાં બંધારણ સભાએ તેનું રાષ્ટ્રગીત તરીકે 24 જાન્યુઆરી, 1950માં ચયન કર્યુ હતું અને ત્યારી કોઇપણ રાષ્ટ્રીય તહેવાર હોય કે પછી શાળામાં પાર્થના હોય જન, ગણ, મનનું ગાન અચુકથી કરવામાં આવે છે. બંધારણ સમિતીએ રાષ્ટ્રગીતને લઇને કેટલાક કાયદાઓ પણ બનાવ્યા છે, જેને લઇને દેશની પ્રજા અજાણ છે. રાષ્ટ્રગીત જ્યારે પણ વગાડવામાં આવે કે પછી ગાવાવમાં આવે દરેક વ્યક્તિએ ઊભાં થઇને તેનું સન્માન કરવુ જોઇએ અને સાવધાનની મુદ્વામાં ઊભાં રહેવું જોઇએ. રાષ્ટ્રગીતની એક સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. તેને 52 સેકેન્ડમાં પૂરું કરવાનું હોય છે, પંરતુ આજકાલ તેનું કોઇ ધ્યાન નથી રાખતું. ધ્યાન શું લોકોને ખબર પણ નહીં હોય કે રાષ્ટ્રગીત 52 સેકેન્ડમાં પૂરું કરવાનું હોય છે. રાષ્ટ્રગીતને તમે ગમે ત્યારે કે કોઇ પણ સમયે ગાઈ શકાતું નથી. જ્યારે રાષ્ટ્રીય સલામી આપવાની હોય, પરેડ દરમિયાન - ઓપચારિક કાર્યો અને અન્ય પર રાષ્ટ્રપતિના આગમન પર સરકાર અને સમૂહ કાર્યો દ્વારા આયોજીત કાર્યો, રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધન કરે તે પહેલાં અને તરત ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર વગેરે પ્રસંગો પર જ તમે રાષ્ટ્રગીતનું ગાન કરી શકો છો.

રાષ્ટ્રધ્વજને લઈને જાણો શું છે કાનૂન

રાષ્ટ્રધ્વજ જેનાંથી દેશને ઓણખવામાં આવે છે, તેનું નિર્માણ પીગાંલી વૈક્યાએ 1921માં કર્યુ હતું. આ ધ્વજને મહાત્મા ગાંધીએ આઝાદ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ગણાવ્યો હતો. ધ્વજની ડિઝાઇનમાં 3 રંગો પાછળ એક અર્થ હતો, જેમા ભગવો હિન્દુઓ માટે, લીલો મુસ્લીમો માટે અને સફેદ શાંતિ માટે. 22 જુલાઇ, 1947ના રોજ ભારતીય બંધારણ સમિતીએ ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે તેનું ચયન કર્યુ હતું. 14 ઓગસ્ટની અડધી રાત્રીએ હંસા મહેતાએ પ્રથમ વાર ત્રિરંગો ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજને લઇને પણ અમુક કાયદાઓ છે, જેમ કે, ત્રિરંગો હંમેશા ખાદીનો જ બનેલો હોવો જોઇઅ, ત્રિંરગાના દરેક પટ્ટા સરખા અને વ્યવસ્થિત હોવા જોઇએ. ત્રિંરંગો હંમેશા લંબચોરસ આકારમાં જ હોવા જોઇએ અને તેની સ્ટાન્ડર્ડ સાઇઝ 150X100 છે .

દેશ 70મો પ્રજાસત્તાક દિન ઉજવવા જઇ રહ્યો છે. આશા રાખીશુ કે ઉજવણી સાથે કાયદાઓનું પણ પાલન થાય.