દિલ્હી-

આપ હોમ લોન લેવા માંગો છો તો હાલ શ્રેષ્ઠ સમય છે. કોરોના સંકટ વચ્ચે રેપો રેટ ચાર ટકા પર આવવાથી સરકારી બેન્કોએ હોમ લોન પર વ્યાજદરોમાં મોટો ઘટાડો થયો છે.હાલનાં સમયમાં સરકારી બેન્ક 6.7 ટકાના દરે હોમલોન ઉપલબ્ધ કરાવી રહી છે. જે વિતેલા દાયકાઓમાં સૌથી ઓછી છે બેન્કીંગ વિશેષજ્ઞોનું કહેવુ છે કે વ્યાજદરમાં આ કપાતથી આવનારા દિવસોમાં ખાનગી બેન્કો પર દબાણ વધશે. જેથી ખાનગી બેન્કો પણ બજારમાં પોતાની ભાગીદારી બચાવવા માટે લોન સસ્તી કરશે.

સરકારી ક્ષેત્રનું બેન્ક યુનિયન પોતાના ગ્રાહકોને 6.7 ટકાના દરે હોમલોન રજુ કરી રહી છે. જયારે બેન્ક ઓફ બરોડા બેન્ક ઓફ ઈન્ડીયા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા 6.85 ટકાના દરે હોમ લોન પર વ્યાજ લે છે. 

આ સાથે દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક 6.95 ટકાના દરે અને એલઆઈસી ફાઈનાન્સ 6.90 ટકાના દરે હોમ લોન આપી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારી બેન્કો પાસે ફંડની કોઈ કમી નથી. અંતરીક્ષ ઈન્ડીયા ગ્રુપનાં સીએમડી રાકેશ યાદવે જણાવ્યું હતું કે કોરોના સંકટ વચ્ચે ઘર ખરીદનારા માટે આશરાનું સપનું પુરૂ કરવાનો સોનેરી મોકો છે. 

તેનુ કારણ એ છે કે હાલ હોમ લોનના વ્યાજદર ગત 15 વર્ષનાં નીચલા સ્તરે પહોંચ્યા છે. જયારે પ્રથમવાર ઘર ખરીદનારને પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અંતર્ગત 2.67 લાખ રૂપિયાની વ્યાજની સબસીડી પણ મળી રહી છે. અર્થ વ્યવસ્થા અનલોક થવા પર ડેવલોપર્સ પણ આકર્ષક સ્કીમ આપી રહ્યા છે. આ અવસરનો ફાયદો ઉઠાવી ઓછા બજેટમાં પ્રોપર્ટી ખરીદી શકાય છે અલબત, પ્રોપર્ટી પસંદ કરવામાં સાચી રીતે સંશોધન કરવાનું ન ભુલો 

હોમલોન ટ્રાન્સફર કરવાની કે પ્રિ-પેમેન્ટ કરવાની સોનેરી તક વ્યાજના દર હાલ ઘણા ઓછા છે આ તકનો લાભ ઉઠાવીને આપ હોમ લોનને સસ્તા વ્યાજદરવાળી બેન્કમાં ટ્રાન્સફર કરીને સારી બચત કરી શકો છો. જો આપે 10 ટકા કે તેનાથી વધુ વ્યાજે હોમ લોન લીધી છે તો આપી તરત હોમલોનને ટ્રાન્સફર કરાવીને 6.95 ટકા વ્યાજ પર કરાવી લેવી જોઈએ. સાથે સાથે જો આપની પાસે રકમની વ્યવસ્થા છે તો પ્રિ-પેમેન્ટ પણ કરાવી શકો છો. સાથે ઈએમઆઈની રકમમાં કમીનો પણ વિકલ્પ પસંદ કરી શકો છો.