વડોદરા, તા.૧

સમગ્ર વિશ્વ, દેશ, રાજ્યો અને શહેરોમાં દેવતા સમાન ડોકટરોનો ડોકટર્સ-ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, તેવા સમયે વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો મૂળ રાજસ્થાનના રપ વર્ષીય વિદ્યાર્થીએ તેની હોસ્ટેલ રૂમમાં ડોકટર્સ ડેની મોડી સાંજે ભેદી સંજાેગોમાં વીજવાયરના સહારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના બનાવને પગલે ભારે ચકચાર સાથે તબીબી વિદ્યાર્થીઓમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ રાવપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પીઆઈ સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો હતો. તેના પિતા પણ હોસ્ટેલમાં સાથે રહેતા હોવાથી પ્રાથમિક તપાસમાં તે બે વર્ષ એકઝામમાં ફેઈ થતો હતો અને આવતા મહિને તેની એકઝામ હોવાથી ફેઈલ થવાના માનસિક ડિપ્રેશનમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું તબીબી વિદ્યાર્થીઆલમમાં ચર્ચાઈ રહ્યું છે. જાે કે, અન્ય કારણ પણ હોઈ શકે તેમ પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.

આ ચકચારી સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ રાજસ્થાનનો રહેવાસી દીપારામ ચંપાલાલ જિંગર (ઉં.વ.રપ) વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને કોલેજની મેડિકલ હોસ્ટેલમાં રહેતો હતો. તે છેલ્લા બે વર્ષથી એમબીબીએસની પરીક્ષામાં ફેઈલ થતો હતો જેથી માનસિક ડિપ્રેશનમાં રહેતો હતો. જેના લીધે તેના પિતા ચંપાલાલ જિંગર તેની સાથે હોસ્ટેલમાં રહેતા હતા. આગામી દિવસોમાં તેની પરીક્ષા હોઈ તે તેની તૈયારીઓ કરતો હતો. પરંતુ તેનું ધ્યાન લાગતું ન હતું. જેથી માનસિક ડિપ્રેશનમાં રહેતો હતો. આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેના પિતા શાકભાજી લેવા બહાર ગયા હતા તે સમયે તબીબ વિદ્યાર્થી દીપારામ જિંગરે રૂમમાં વીજવાયરના સહારે આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું હતું. પિતા બહારથી પરત રૂમ પર આવતાં પુત્ર દીપારામને ફાંસો ખાધેલી હાલતમાં જાેતાં ભાંગી પડયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. હોસ્ટેલના અન્ય તબીબ વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા અને ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ કોલેજના ડીન સહિત પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને રૂમની તપાસ હાથ ધરી હતી, સાથે સાથે કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જાે કે, પોલીસને વાંધાજનક વસ્તુ કે ચિઠ્‌ી મળી આવી ન હતી. પરંતુ પ્રાથમિક તપાસમાં પરીક્ષાને લીધે માનસિક ડિપ્રેશનમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.