અમદાવાદ, કોરોના કાળમા સૌથી વધુ ફરજ નિભાવી રહયા છે તો તે છે મેડિકલ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ પરંતુ કોરોના કાળમાં દેવદૂત બનેલા આજ મેડિકલ ટિમ ઘ્વારા આજે સરકાર સામે રોષ વ્યકત કર્યો છે જેથી સરકારની મુશ્કેલી વધે તેવું લાગી રહ્યું છે ૬ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી છે એમની માંગ છે.

વર્ષ ૨૦૦૮થી બાકી રહેલી બઢતી અંગે સરકાર ત્વરિત ર્નિણય લે અને સાતમા પગારપંચના લાભથી પણ સરકારી તબીબો વંચિત રાખ્યા છે તો તે બાબતે પણ સરકાર જલ્દી ર્નિયન કરે જાેકે આ જ ડોકટરો ઘ્વારા સરકારને અલગ અલગ ૧૫ માંગણીઓ મામલે સરકારને મેમોરેન્ડમ આપ્યા છતાં અસરકારક પગલાં લીધા નથી.જાેકે ૨ દિવસ પહેલા જ આઉટસોર્સિંગ સ્ટાફ ઘ્વારા વેતન ને લઈને હડતાળ કરવા આવી હતી જાેકે તેમને અશ્વશન આપવામાં આવ્યું છે કે તેમની માંગણી પુરી કરવામાં આવશે તો બીજી તરફ જુનિયર તબીબો પણ હડતાળ પાડીને માંગણીઓ સંતોષી રહ્યા છે તેવા સંજાેગોમાં ડોકટર ઘ્વારા પણ આજે એક બેટજકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજની બેઠકમાં હળતાલનું આયોજન કરવા માટેની ચર્ચા વિચારણા કરવા આવી હતી ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ગુજરાતમાંથી ૧૭૦૦ તબીબો દ્વારા બેઠક યોજી હતી .જાે સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવી તો પરિસ્થિતિ બગડી શકે તેમ છે આ બેટકમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનમાં એડિશનલ સુપરિટેનડેન્ટ કક્ષાના,વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો બેઠકમાં હાજર રહયા હતા.ત્યારે આ બેઠક અંગે એડિશનલ સુપ્રીટેન્દડન્ટ રજનીશ પટેલ એ જણાવ્યું હતું કે અમારી સરકાર પાસે ઘણી માંગો છે જે ૨૦૦૮ થી પેન્ડિંગ છે અને અમે ૨૦૧૨ થી રજુઆત કરી રહયા છીએ પરંતુ એનો કોઈ ઉકેલ આવ્યો નથી ૧૫ તરીકે અમે મેમોરેન્ડમ આપ્યું હતું છતાં પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી જાે સરકાર ઈચ્છે તો એક દિવસમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય એમ છે છે અમારા મુખ્ય ૭ થી ૮ પ્રશ્નોનું હાલ નિરાકરણ જરૂરી છે . અમારા જુનિયર ડોકટરો હડતાળ કરીને દરેક પ્રશ્નો સોલ્વ કરી રહયા છે તો અમે પણ હવે એજ રસ્તે જઈશું અગાઉ પણ અમે આંદોલન માટે એલાન આપ્યું હતું પરંતું કોરોનાની બીજી વેવ વધતા અમે આંદોલન નહીં કરવા માટે સરકારને લેખિત બાંહેધરી આપી હતી છતાં પણ અમારા પ્રશ્નો નો ઉકેલ આવ્યો નથી અમે ૧૭૦૦ ડોકટરો આગામી દિવસોમાં હડતાળ માટે એલાન કરીશું.