દિલ્હી-

સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે પોતાની વેબસાઇટ પર એક દસ્તાવેજ અપલોડ કર્યો, જે મુજબ લદાખના ઘણા વિસ્તારોમાં ચીની સેનાના અતિક્રમણની ઘટનાઓ વધી છે. સાઇટ પર અપલોડ કરેલા આ દસ્તાવેજમાં, મંત્રાલયે સ્વીકાર્યું કે મે મહિનાથી, ચાઇના એલએસી (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) પર ખાસ કરીને ગેલવાન વેલી પેંગોંગ ત્સો ગોગરા હોટ સ્પ્રિંગ જેવા વિસ્તારોમાં સતત પોતાનું અતિક્રમણ વધારી રહ્યું છે. દસ્તાવેજ મુજબ, ચીને 17 થી 18 મેની વચ્ચે લદાખના કુંંગરંગ નાલા, ગોગરા અને પેંગોંગ ત્સો તળાવના ઉત્તરી કાંઠે અતિક્રમણ કર્યું છે. તેનું કહેવું છે કે ચીનના આ આક્રમક સ્વરૂપ 5 મેથી એલએસી પર જોવા મળી રહ્યો છે. 5 અને 6 મેના રોજ, પેંગોંગ ત્સો ભારત અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે, હાલમાં પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર સંરક્ષણ મંત્રાલયે આ દસ્તાવેજને તેની વેબસાઇટ પરથી હટાવી દીધો છે.