ડભોઇ : ડભોઇ તાલુકાના વડજ ગામ નો યુવાન તેનતલાવ અને વડજ વચ્ચે થી પસાર થતી કરજણ નર્મદા બ્રાન્ચ કેનાલ મા પાણી પીવા ઉતર્યો હતો. પરંતુ અચાનક તે યુવાન નો પગ લપસી જતા તે ડૂબી ગયો હોય સ્થાનિક લોકો એ ગત સાંજ થી તેની શોધખોળ શરૂ કરી છે. પરંતુ હજી સુધી તેના મૃતદેહ નોં કોઇ આતો પત્તો મળ્યો નથી. જેથી આજે વહેલી સવાર થી ડભોઇ અને વડોદરા ફાયર ટીમ ની મદદ લેવા મા આવી હતી. ૩૫ કલાક વીત્યા તેમ છતાં હજી તેનો મૃતદેહ મળ્યો નથી. પોલીસ પણ ઘટના સ્થડે પહોંચી છે. ડભોઇ તાલુકા વડજ ગામે રહેતો રૂપેશ કનુભાઈ તડવી તેના ખેતરે કામ અર્થે ગયો હતો. ત્યાં થી પસાર થતી નર્મદા મેઈન કેનાલ મા તે પાણી પીવા જતા તેનો પગ લપસી જતા તે કેનાલ મા ડૂબ્યો હતો. ગત રોજ બનેલ ઘટના ને પગલે ગ્રામજનો એ તેની શોધખોળ શરૂ કરી હતી પણ મોડી સાંજ સુધી શોધ ખોડ કર્યા બાદ પણ તેનો મૃતદેહ મળ્યો ન હોય વહેલી સવારે ડભોઇ તેમજ વડોદરા ફાયર ટિમ ને જાણ કરતા ફાયર ટિમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. ૩૫ કલાક નો સમય વીત્યો હજી સુધી મૃતદેહ મળ્યો ન હોઈ ગ્રામજનો પણ મૃતદેહ શોધવા માં લાગી ગયા છે.