અરવલ્લી/શામળાજી : શામળાજી નજીક આવેલ દેવની માંરી ગામે જુથ પાણી પુરવઠા યોજના એસ કે ટુ નું વિશાળ કેપેસીટી ધરાવતી પાણીની ટાંકી બનાવેલ છે આ પાણી પુરવઠાની યોજના માંથી સિત્તેર ઉપરાંત ગામમાં પાણી પહોંચે છે આ એસ કે ટુના દેવની માંરી ગામે પુરવઠા વિભાગમાં મોટા મોટા ગેસ સિલિન્ડર હતાં તેમાંના એક સિલેન્ડરમાંથી કલોરીન ગેસ લીકેજ થતાં દેવની માંરી ગામજનોને ગુંગળામણ અને.ખાસીની તકલીફો થતાં આખાં ગામમાં રાત્રિના સમયે ગામજનો નાસભાગ કરવા લાગ્યા ગામના સરપંચ જયંતિ ભાઈ પારગી અને.ડેપયુ.સરપંચ પ્રવિણ સિંહ જાડેજાએ તાત્કાલિક ફાયરબ્રિગેડને ફોન કરીને બોલાવેલ હતું અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ નેં પણ જાણ કરતા જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું આ ગેસ લીકેજ પર કાબુ મેળવવા માટે આવેલ ફાયરબ્રિગેડના કર્મચારીઓને પણ ગુંગળામણ થઈ ને બેહોશ થઈ જતાં તાત્કાલિક સારવાર માટે શામળાજી સી એસ સી હોસ્પિટલમાં ઓક્સિજન આપવામાં આવ્યો હતો આગેસ ની તિવ્રતા એટલી બધી હતી કે ગામજનો શ્વાસ લ ઈ શકતાં નહોતાં માંરી ગામના મહિપતસિંહ જાડેજા ને આ ગેસ ની અસર થી હજું પણ તેમને શ્વાસ લેવા માં તકલીફ પડે છે તેમની આંખો પણ લાલ થઇ ગયેલ હતી આ બનાવની જાણ થતાં અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા કલેકટર મામલતદાર વિગેરે ધટના સ્થળે મુલાકાત લીધી હતી અને દેવની માંરી ગામજનો ની તપાસ માટે સવારથી આરોગ્ય ની ટીમો ધરે ધરે જઈ નેં તપાસ હાથ ધરી ને દવા આપવામાં આવી રહી છે. 

આ બનાવ અંગે પાણી પુરવઠા યોજનાના ડેપ્યુટી ઈજનેર પી પી નાઈ એ જણાવેલ કે અહીંયા મોટાં ત્રણ કલોરીન ગેસનાં બોટલ છે જેમાંથી એક સિલિન્ડરમાં કાટ આવવાથી તેં જગ્યાએ થી લીકેજ થતાં ગેસ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં રાત્રિના સમયે જ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ આ ગેસ લીકેજ બંધ કરવા માટે ફાયરબ્રિગેડના કર્મચારીઓની મદદથી ગેસ બોટલ નેં પાણી નાં ઉંડા ટાંકા માં નાખી દીધો હતો.

આ અંગે ગામના સરપંચ જયંતિ ભાઈ પારગી એ જણાવેલ કે રાત્રે અગિયાર વાગ્યે ગામમાં દરેક વ્યક્તિ ને શ્વાસ લેવા માં તકલીફ પડતી હતી ઉધરસ તથા આંખો પણ બડતી.હતી અમોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરેલ હતી અને લાગતા તમામ અધિકારીઓ ને રાત્રે જ જાણ કરી હતી જિલ્લા કલેકટર પણ રૂબરૂ મુલાકાત લીધી હતી અને અત્યારે ગામમાં આરોગ્ય વિભાગ નાં અધિકારી ઓ ધરે ફરીને દવા આપી રહ્યા છે.આ ગેસ ની અસરથી આજુબાજુ ના લીલા ઝાડ પણ મુરઝાઈ ગયેલ હતા હજું પણ આ ગેસ ની તિવ્રતા ની ગંધ થી મોઢા બાંધી દેવાં પડે છે.