નૌકાસન અથવા નાવાસન: યોગના આ આસનમાં અંતિમ તબક્કામાં શરીરનો આકાર નૌકા (નાવ) સમાન દેખાય છે, આ કારણોસર તે નૌકાસન કહેવાય છે. આ આસનની ગણતરી ચત્તા સૂઈને કરવામાં આવતાં આસનોમાં કરવામાં આવે છે. આ આસન કરવાથી તમારે જિમ ગયા વગર ફાંદ ગાયબ કરી શકો છો.

દેશમાં ઘણા બધા લોકો મેદસ્વિતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેમાંથી મોટાભાગના લોકો પેટની ચરબીથી પરેશાન થાય છે. પેટની ચરબી ઘટાડવી મુશ્કેલ તો હોય છે, સાથે સારી એવી પર્સનાલિટીને પણ ખરાબ કરે છે. એનાથી છુટકારો મેળવવા માટે લોકો ડાયટિંગ કરવાથી લઇને જિમના ચક્કર મારે છે. પરંતુ તેમ છતાં આ ચરબી ઊતરતી નથી. કેટલાક લોકો એનાથી છુટકારો મેળવવા માટે સર્જરીનો પણ સહારો લે છે, પરંતુ તમે ઇચ્છો તો એક આસનની મદદથી વધેલું પેટ અથવા જાંધ પર જમા થયેલી ચરબીથી છુટકારો મેળવી શકો છો.  

અમે આજે જે આસાનની વાત કરી રહ્યા છે તેનું નામ નૌકાસન છે. આ આસન દરમિયાન શરીરનો આકાર નૌકા જેવો હોય છે એટલા માટે આ આસનને નૌકાસન કહેવામાં આવે છે. આ આસન શરીરને લચીલું બનાવે છે, પેટ અને શરીરના નીચલા ભાગ પર જમા ચરબીને ઘટાડે છે અને એબ્સની ટોનિંગ પણ કરે છે.

આવી રીતે કરો નૌકાસન:

• આ આસનને કરવા માટે સૌથી પહેલા મેટ પર પીઠના બળ પર સૂઇ જાવ.

• શ્વાસ લેતા બંને પગને ઊંચા કરો અને પોતાના બંને હાથથી પગના પંજાને અડવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં તમને થોડી પરેશાની થશે, પરંતુ ધીરે ધીરે તમે એને સરળતાથી કરવા લાગશો.

• ધ્યાન આપો કે આ સ્થિતિમાં તમારા શરીરનો આગળનો ભાગ અને પગ બંને ઉપરની તરફ હોવું જોઇએ.

• થોડી સેકન્ડ આ અવસ્થામાં રહો અને પછી શ્વાસ છોડતાં સૂઇ જાવ.

• થોડી વાર બાદ આ પ્રક્રિયાને ફરીથી કરો.

• આશરે 15 સેકન્ડના ગેપ પર આ પ્રક્રિયાને પાંચ વખત કરો. ધીરે ધીરે એની સંખ્યા વધારતા જાવ. એને વધારેમાં વધારે 30 વખત કરી શકો છો.

નૌકાસન કરવાથી તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. સાથે જ આ પાચન સંબંધિત રોદ જેમે કે કબજિયાત, એસિડીટી, ગેસ વગેરેથી છુટકારો અપાવવામાં મદદ કર છે. શરૂઆતમાં આ આસનને લઇને કમરમાં થોડી પરેશાની થઇ શકે છે. પરંતુ ધીરે ધીરે આ તમારી કમરને મજબૂત બનાવે છે.