વડોદરા : રાજ્ય સરકાર દ્વારા પ્રોફેસર કક્ષાના તબીબોની ૧૧ માસના કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં સરકારી કોલેજાેમાં અંદાજે ૨૩૦ જેટલા તબીબોની ભરતી કરવામાં આવી છે. જે પૈકી ૨૫ જેટલા તબીબો સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. આ તબીબોને મળવાપાત્ર લાભો કે રજાઓ આપવામાં ન આવતાં તેમજ અન્ય ડૉક્ટરોના પગારની સરખામણીમાં ઘણી વિસંગતતા જાેવા મળી રહી છે જેને લઇને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ફરજ બજાવતા તબીબ કર્મચારીઓમાં ભારે નારાજગી જાેવા મળી છે જે મુદ્દે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ભરતી થયેલા તબીબોએ અગાઉ પણ મેડિકલ કોલેજના ડીનને આવેદન આપી ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. પરંતુ સરકારે તબીબોની રજૂઆતને ધ્યાન પર લીધી નથી. જાે કે હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આ તબીબો દ્વારા રાત-દિવસ અન્ય તબીબોની જેમ મેડિકલ સેવાઓ આપી રહ્યા છે ત્યારે સયાજી હોસ્પિટલમાં મેડિકલ સેવાઓ આપી રહેલા ૨૫ જેટલા કોન્ટ્રાક્ટમાં ભરતી થયેલા તબીબોએ પણ આજે તેઓની ન્યાયિક માગણી મુદ્દે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. તેઓના જણાવ્યા મુજબ ૧૧ માસના કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં નોકરીની અસલામતી અનુભવી રહ્યા છે. તદુપરાંત તેઓને પ્રોફેસર કક્ષામાં ગણવામાં આવે છે પરંતુ પ્રોફેસર કક્ષાનો પગાર આપવામાં આવતો નથી. મળવાપાત્ર રજાઓનો લાભ પણ આપવામાં આવતી નથી, જેથી તેઓમાં ભારે નારાજગી વ્યાપી છે અને છૂપારોષની લાગણી જાેવા મળી છે. આ તબીબો કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરો તેમજ પગારની વિસંગતતા દૂર કરો અને મળવાપાત્ર રજાઓનો લાભ આપવા અંગેની રજૂઆત કરી છે. આજે તબીબોએ તેઓની માગણી અંગેની મીડિયા સમક્ષ રજૂ કરી હતી. આવતીકાલે તેઓ મેડિકલ કોલેજના ડીનને આવેદન આપી ફરી એકવાર સરકારને રજૂઆત કરશે.