વૉશિંગ્ટન-

અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા વિદેશી છાત્રોના વિઝા ઓનલાઇન કક્ષાઓ હેઠળ પ્રતિબંધિત કરવાના નિર્ણયની તીખી આલોચના કરવામાં આવી હતી. જે વચ્ચે દેશના 17 રાજ્યોએ કેસ દાખલ કર્યો હતો. આ કેસને ગૂગલ, ફેસબુક અને માઇક્રોસોફ્ટ સહિત એક ડઝનથી વધુ શીર્ષ અમેરિકી પ્રોદ્યોગિક કંપનીઓએ પણ સમર્થન આપ્યું હતું. આ કેસમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.

ગત અઠવાડિયે ટ્રમ્પ સરકારે જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓનું ભણવાનું પૂરી રીતે ઑનલાઇન ચાલી રહ્યું હોય એમને અમેરિકા પરત મોકલી દેશે જોકે આ નિર્ણયને લઈને અનેક લોકોએ આનો વિરોધ કર્યો હતો તો હાર્વર્ડ યુનિવર્સિટી અને મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી અદાલતમાં નિર્ણય રદ કરાવવા અરજી કરી હતી.

ભારે વિરોધ અને કોર્ટની દખલગીરી બાદ ટ્રમ્પ પ્રશાસને નિર્ણય કર્યો છે કે, ઓનલાઇન ક્લાસ કરનારા વિદેશી છાત્રો પર કોઇપણ પ્રકારના વિઝાનો પ્રતિબંધ લગાવાશે નહીં. તમને જણાવી દઇએ તો અમેરિકાએ 6 જુલાઇએ એવા છાત્રો પાસેથી સ્ટુડન્ટ્સ વિઝા પરત લેવાની જાહેરાત કરી હતી, જેના ક્લાસ કોરોનાને કારણે માત્ર ઓનલાઇન મોડલ પર થઇ રહ્યાં હતાં.