અમદાવાદ-

GST અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. GSTના સમન્સને પડકારવામાં આવેલી અરજી પર કોર્ટે આદેશ કર્યો છે . હાઇકોર્ટે કહ્યું કે GSTના કેસમાં આડેધડ આરોપીઓની ધરપકડ ના કરો, આરોપી સામે પુરતા પુરાવા હોય તો જ ધરપકડ કરો. માત્ર શંકાના આધારે ધરપકડ કરી શકાય નહીં. GST વિભાગ ધરપકડ કરવા માટે યોગ્ય ડ્રાફ્ટ બનાવે. ધરપકડ મુદ્દે SCએ આપેલા ચુકાદા અને માર્ગદર્શિકાનું પાલન કરો.GST વિભાગ પાસે ધરપકડનું માળખું ન હોવાનો અરજદારે દાવો કર્યો છે. વર્ષ 2019માં GST અંગે HCમાં વેપારીઓએ અરજી કરી હતી. કઠવાડા GIDCના વેપારીઓને GSTએ સમન્સ પાઠવ્યા હતા.