લોકસત્તા ડેસ્ક

હેરફોલ, ડેન્ડ્રફ અને સફેદ વાળની સમસ્યાથી આજે દરેક વ્યક્તિ પરેશાન છે. તેના ઘણા કારણ હોઇ શકે છે.કાળા અને લાંબાવાળનું સપનુ પુરુ કરવા માટે સારા ડાયટની સાથે સાથે વાળની સારી સંભાળ રાખવી પણ જરૂરી છે પરંતુ ઘણી વાર વ્યક્તિ જાણે અજાણે એવી ભૂલો કરી દે છે જેના કારણે વાળ સારા થવાની જગ્યાએ ખરાબ થઇ જાય છે. વાળમાં તેલ નાંખવાની રીત પણ ખુબ મેટર કરે છે.

વાળને પોષણ આપવા માટે વાળમાં તેલ લગાવવું ખુબ જ જરૂરી છે પરંતુ તેનો મતલબ એ નથી કે તમે દરેક સમયે વાળમાં તેલ લગાવેલું જ રાખો. વાળમાં વધારે પડતુ તેલ લગાવેલુ રાખવાથી માથાની ત્વચાના છીદ્રો બંધ થઇ જાય છે. આ જ કારણ છે કે હંમેશા વાળમાં તેલ લગાવીને રાખવાની સલાહ આપવામાં આવતી નથી.

ઘણીવાર આપણે એટલા ઉતાવળમાં હોઇએ છીએ કે, વાળ ખોલીને તેલ નાંખવા લાગીએ છીએ પરંતુ તેવું ન કરવુ જોઇએ. વાળમાં તેલ નાંખતા પહેલા વાળની ગૂંચ જરૂર કાઢો જેના કારણે તમારાવાળ તૂટશે નહી.

વાળ ટૂટવાની સૌથી મોટી સમસ્યા ત્યારે ઉદભવે છે જ્યારે વાળ મૂળમાંથી કમજોર થઇ ગયા હોય છે. જે લોકોના વાળ વધારે ટૂટે છે તેમને રૂની મદદથી વાળને નાના હિસ્સાઓમાં વહેંચીને તેલ લગાવવું જોઇએ.

વાળમાં તેલ લગાવીને માલિશ કરતી વખતે ઠંડુ નહી પરંતુ નવસેકુ તેલ કરીને લગાવવું જોઇએ. જેથી તે વાળના મૂળ સુધી પહોંચે અને તમને તેનું જોઇતુ પોષણ મળી જાય. હંમેશા રાત્રે તેલ લગાવીને સવારે તમારા વાળ ધોઇ લો,

તેલ લગાવ્યા બાદ ક્યારેય પણ વાળને ટાઇટ ન બાંધવા જોઇએ. તેનાથી તમારા વાળ કમજોર થઇ શકે છે અને રાત્રે પણ વાળ ખોલીને સુવુ જોઇએ.