આણંદ : અવિરત વરસાદ, બેવડી મોસમનો માર અને બદલાતાં હવામાનને કારણે ખેતરોમાં લહેરાતાં પાકોમાં જીવોતોનો ઉપદ્વવ વધી ગયો છે. અનાજ જેવાં કે, ઘઉં, ડાંગર સહિતના પાકને આ જીવાતો ખોખલો કરી નાખે છે. કિસાનોએ ભારે નુક્સાન વેઠવાનો વખત આવે છે. આવાં માહોલમાં આંકલાવ તાલુકાના હળદરી ગામના ખેડૂતે દેશી પદ્વતિથી લાઇટટ્રેપ સિસ્ટમ તૈયાર કરી ખેતરમાં ઉપયોગમાં લેતાં ૭૫ ટકા સફળતા મળી છે. માત્ર ૧૦ હજારના ખર્ચે ખેતરમાં ચાર સિસ્ટમ લગાવતાં જીવાતો, કૂતરાં, ભૂં઼ડ, નીલગાય સહિતના પ્રાણીથી શાકભાજી સહિતના પાકને રક્ષણ મેળવવામાં સફળતા મળી છે.  

ખેતીની તાલીમ લઈ અને જીવજંતુ જેવાં કિટકોનો નાશ કરવા માટે હળદરીના ખેડૂત મહેન્દ્વસિંહ ગોહિલે સૌ પ્રથમ દેશી પદ્વતિથી રાત્રીના લાઇટ ચાલું કરીને જીવજંતુઓને ટ્રેપ કર્યાં હતાં. આ પ્રયોગમાં સફળતા મળતાં તેઓએ સંશોધન કરીને હાલ પોતાના સાડા પાંચ વીઘાના ખેતરમાં લાઇટટ્રેપ સિસ્ટમ ગોઠવી છે. ખેડૂતે શિયાળું શાકભાજી જેવાં કે, પાપડી, રિંગણ અને ફ્લાવર સહિતના પાકને બચાવવા માટે રૂ.૨૫૦૦ની એક એવી ચાર લાઇટ ટ્રેપ બનાવી છે.

ખેડૂતે જણાવ્યું હતું કે, તેણે ઘર આગળ લાઇટ પર તેલવાળો કાગળ લગાવતાં જીવાત તેમાં ચોંટી જતી હતી. ખેડૂતે ધ્યાનથી જાેયું તો પીળારંગની લાઇટના કારણે જીવતો આકર્ષાતી હતી. જેથી તેને વિચાર આવ્યો કે, ખેતરમાં પીળા રંગની લાઇટના લેમ્પનો ઉપયોગ કરીને જાેઉં. જાેકે, વીજ પૂરવઠો કયાંથી લાવવો તે પ્રશ્ન ખેડૂતના મનમાં ઉદ્‌ભવ્યો હતો. આ પ્રસ્નનો જવાબ શોધી કાઢવા વિદ્યાનગર સ્પેરીમાં સૂર્યઊર્જાનો સંપર્ક કર્યો હતો. ખેડૂતે લાઇટ ટ્રેપ ચાલે તેવી સૂર્યપેનલની કિટ તૈયાર કરીને બેસાડી હતી. ખેતરમાં ૪ લાઇટ ટેપ લગાવી હતી. જે પ્રયોગ સફળ થયો હતો. મોટાભાગના કિટકોનો નાસ થતો હોય છે. ખેડૂત મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, લાઇટ સિસ્ટમ અને સોલર પેનલ લગાવવા માટે ૧૦ હજારનો ખર્ચે થાય છે. તેને લગાવ્યાં બાદ જીવાત નાસક દવાઓ પાછળનો ૩ હજારનો ખર્ચ બચાવી શકાય છે. તેમજ જીવતોથી પાકને રક્ષણ મળતાં પાકનું ઉત્પાદન વધે છે. ખેડૂતને ૫ વીઘામાં સરેરાશ અડધા લાખનો ફાયદો થયો હતો.