અમદાવાદ, શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ફૂલ બજારમાં ગુલાબના ફૂલની માગમાં જાેરદાર વધારો જાેવા મળ્યો હતો એક બાજુ લગ્નની પરમાર અને એવામાં રોઝ ડે હોવાથી ગુલાબના ફૂલ માં તેજી આવી ગઈ છે સામાન્ય રીતે ચાલુ દિવસ માં હોલસેલ બજારમાં ૧૫૦થી ૨૦૦ રૂપિયાના ૨૦ નંગ ગુલાબ નો ભાવ અત્યારે ચારસોથી પાંચસો રૂપિયા સુધી ઉછાળો આવ્યો છે તેમજ રંગબેરંગી ગુલાબના ૨૦૦થી અઢીસો રૂપિયાના ભાવે ૨૦ નંગ વેચાતા ગુલાબ ૫૦૦થી ૬૦૦ સુધી ભાવ વધી ગયો છે તેમાં પાછા વેલેન્ટાઇન ડે નજીક હોવાથી હાલ ગુલાબ ના ભાવ આસમાને રહેશે.

રોઝ ડેની સાથે સાથે અન્ય બે ની મોસમ છલકે છે ત્યારે લગ્નગાળો ધૂમ હોવાથી ગુલાબ ની માંગ વધવા સાથે ભાવમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે છુટક ગુલાબના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. ફૂલોના વેપારીઓના જણાવ્યા અનુસાર ચાલુ દિવસોમાં સામાન્ય રીતે ૨૦થી ૩૦ રૂપિયામાં મળતા રંગબેરંગી ગુલાબ ૫૦ રૂપિયા ને પારકા થયા છે જેથી રોજ ડે સહિતની ઉજવણી લોકો માટે મોંઘી બની છે ભાવ વધતાની સાથે ઘરાકી પર અસર જાેવા મળી રહી છે પ્રેમના પ્રતિક અને ફૂલોના રાજા ગુલાબની માગ વેલેન્ટાઈન ડે સુધી વધુ જાેવા મળશે તેવું ફૂલ બજાર ના વેપારી કહી રહ્યા છે અત્યાર સુધી કોરોના ના માર પછી પણ માળ થાળે પડતા હતા ત્યાં વિવિધ દે લગ્ન અને વેલેન્ટાઈન ડે ના લીધે ગુલાબના ફૂલ  ડિમાન્ડ થતાં ભાવમાં તડાકો પડયો છે. જેના લીધે ફૂલોના નાના મોટા વેપારીઓ ગેલમાં આવી ગયા છે.