વડોદરા : વડોદરા શહેરની ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારતના હસ્તાંતરણના રાજ્યના ગૃહ અને ન્યાયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહના પ્રવચનને લઈને ભારે વિવાદ સર્જાવા પામ્યો છે. તેમજ આ મામલે ગુજરાત વિધાનસભામાં પણ ખુલાસો માગવામાં આવશે એવી ગરમાગરમ રાજકીય ચર્ચાઓ પણ થઇ રહી છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખના પ્રવચનને કોંગ્રેસ પ્રમુખે સત્તાના દુરુપયોગ તરીકે ગણાવ્યો છે. તેમજ એવો સીધો આક્ષેપ કર્યો છે કે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે પોતાને ઓળખાવનાર ભાજપ શિસ્ત તોડવામાં નંબર વેન છે. એટલુંજ નહિ વાતેવાતે જુઠ્ઠું બોલવામાં અને કાયદો તોડીને કામ કરવામાં અને ધાર્યું કામ પર પાડવામાં ઉપરાંત પબ્લિસિટી લેવાને માટે એ કોઈપણ હદે જઈને સત્તાનો દુરુપયોગ કરી શકે એમ છે.એવો સનસનીખેજ આક્ષેપ શાસક પક્ષ ભાજપ સામે કર્યો છે. આજના ન્યાયમંદિર હસ્તાંતરણના કાર્યક્રમને અનુલક્ષીને ભાજપના શહેર પ્રમુખના લંબાણ પ્રવચન બાબતે બોલતા પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, આ બીજાે કે ત્રીજાે કેસ છે. જેમાં શહેર પ્રમુખે આવો હસ્તક્ષેપ કરીને ખોટી વાહવાહી મેળવવાનો પ્રયાસ કર્યો હોય. આ અગાઉ શિક્ષણ સમિતિની શાળાઓ અને અન્ય કાર્યક્રમોમાં પણ આમ બનવા પામ્યું છે. ન્યાયમંદિરનો કાર્યક્રમ સરકારી હતો. એની સાથે ભાજપના પ્રમુખને નહાવા નિચોવવાનો સીધો સબંધ નથી. તેમ છતાં ભાષણ આપ્યું છે. એ મામલે વિધાનસભામાં પણ રજૂઆત કરશે. એમપી.એમએલએના ક્વોટાના કામોમાં પણ બેફામ સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે. વિપક્ષના નેતાને જાહેર કાર્યક્રમોમાં પણ બોલાવવામાં આવતા નથી. વચનો આપવામાં અને જુઠ્ઠું બોલવામાં ભાજપ નંબર વન છે. સામી ચૂંટણીએ પ્રજા અનેક સુવિધાઓના અભાવે પીડાઈ રહી છે. ત્યારે એમનું ધ્યાન ભટકાવવાને માટે અન્ય તરફ દોરાય છે. ભાજપ માત્ર લોભામણી લાલચો આપે છે. ન્યાયમંદિરને માટે પ્રજાએ આંદોલન ચલાવવું પડ્યું ત્યારે અઢી વર્ષે ભૂતિયા બની ગયેલ બિલ્ડિંગને માટે સામી ચૂંટણીએ હસ્તાંતરણનું યાદ આવ્યું. આ પ્રમાણે બધી જ ઇમારતોની બાબતે વિચારવું જાેઈએ. હજુ રાવપુરા શાળા નંબર-એકનો પ્રશ્ન પણ ઉભો છે. એને પણ સાચવવી જાેઈએ. આવી શહેરમાં અસંખ્ય ઐતિહાસિક ઇમારતો છે. જેની જાળવણી થવી જાેઈએ એમપ્રશાંત પટેલે ઉમેર્યું હતું. શહેર પ્રમુખે પાલિકા પાસે આટલા વર્ષોનો હિસાબ માગવો જાેઈએ. રૂપિયાનું શું કર્યું? ક્યાં ગયા? કોણ ભ્રષ્ટાચાર આચરીને પાલિકાના નાણાં ગળી ગયું?’શહેર ભાજપ પ્રમુખે એ બધું જાેવાની જરૂરત છે. બહુમતીનો લાભ લઈને પ્રોટોકોલ તોડીને કામ કરવાને બદલે આવા સકારાત્મક કામો કરવાની સલાહ આપી હતી. પ્રમુખે સરકારી સ્કૂલોમાં પણ ભાષણ આપ્યું હતું. ત્યાં કેવી રીતે જવાય? આબીજાે કે ત્રીજાે કિસ્સો પ્રોટોકોલ તોડયાનો છે. તેઓએ સાથી પક્ષોને જાહેર સમારોહમાં સ્થાન આપવું જાેઈએ. પરંતુ વિપક્ષ વિકાસની પોલ ખોલી નાખે એ ડરે એની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રજાનું છે. અને પ્રજાને આપવાનું છે. એમાં ભાજપના નેતાઓના કે પક્ષના ક્યાં રૂપિયા લાગ્યા છે?ભાજપના શાસનમાં પાલિકાને નફામાં લઇ ગયા હોટ અને પ્રજાને પૂરતી સુવિધાઓ આપી હોટ તો બરાબર છે. એવું કઈ કર્યું નથી. માત્રને માત્ર વાતો અને વચનોના વડા ભાજપે કાર્યનો સીધો આક્ષેપ કર્યો છે. સામી ચૂંટણીએ બેફામ ભ્રષ્ટાચારો આચરીને સુવિધાઓ પ્રજાને આપી નથી એને છુપાવવાનો માટે કાયદાની વિરુદ્ધમાં જઈને કાયદા મંત્રીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેર પ્રમુખ ડો.વિજય શાહ લાબું લચ પ્રવચન કરે એ ક્ષોભનીય નથી, નિંદાપાત્ર છે. જાે ભાજપે ખરેખર વિકાસ કર્યો હોય તો વિપક્ષની હાજરીમાં બોલે, પરંતુ તેઓ આ બાબતે કદી વિપક્ષની સામે બોલી શકશે નહિ એમ છપ્પનની છાતીથી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું.