ભરૂચ, કોરોનામાં રેમડીસીવેર ઇન્જેક્શન માટે સ્વજનોને બચાવવા લોકોના વલખા વચ્ચે અંકલેશ્વરમાંથી મંગળવારે એલસીબીએ ઇન્જેક્શનના કાળા બજારના આ વેપલામાં મેડિકલ માફિયા એવો નેત્રંગના ખરેઠા પીએચસીનો ડો. સિદ્ધાર્થ મહિડા વેપલો કરતો હોવાનું પકડી પાડ્યું હતું. ૈં૧૦ કારમાંથી રેકેટમાં જાેડાયેલા ૨ પન્ટરોને રૂા.૧.૭૭ લાખ અને ૯ ઇન્જેક્શન સાથે એલસીબીએ પકડી લીધા હતા.

ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં જ્યાં રેમડીસીવેર ઇન્જેક્શનની તીવ્ર અછત ચાલી રહી છે ત્યારે રૂા.૧૭૦૦૦ અને રૂા.૨૦૦૦૦ માં ઇન્જેક્શનોની કાળા બજારીમાં તપાસ હાલની પેન્ડેમીક પરિસ્થિતિમાં ર્જીંય્ ને સોંપાઈ હતી. ભરૂચ ર્જીંય્ એ ગણતરીના સમયમાં વોન્ટેડ ડો. સિદ્ધાર્થ મહિડાને પકડી પાડ્યો છે. અંકલેશ્વર જાેગર્સ પાર્ક ખાતે થી ભરૂચ એલસીબી પોલીસે રેમડિસિવિર ઇન્જેક્શનનો થતો કાળો કારોબાર ઉઘાડો પાડી ૨ વચેટિયા ગત રોજ ધરપકડ કરવામાં આવી હતી. રાઘવેન્દ્રસિંગ માલખાનસિંગ ગૌર રહે ગાર્ડન સીટી અને અને ઋશાાંક શાહની ધરપકડ બાદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જેની તપાસ ભરૂચ ર્જીંય્ ને સોંપવાતા પી.આઈ. મંડોરાએ આરંભી હતી. અને પી.એસ.આઈ મિતેષ સકોરીયા સાથે બંને આરોપીને અંકલેશ્વર કોર્ટ માં રજૂ કરતા ૨ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીઓના રિમાન્ડ મેળવી ડો. મહિડા અને ૨ પન્ટરો ઇન્જેક્શન ક્યાંથી, કેવી રીતે લાવતા હતા, અન્ય કોણ આ રેકેટમાં સામેલ છે સહિતની તપાસ આગળ ચલાવવામાં આવી રહી છે. કિરણસિંહ મંડોરાએ જણાવ્યું હતું કે, હાલ તપાસ ચાલી રહી છે કે ટોળકી ઇન્જેક્શન ક્યાંથી, કેવી રીતે મેળવતી હતી. જેઓ સાથે કોઈ હોસ્પિટલ કે સ્ટાફ કે અન્ય તબીબ સંકળાયેલ છે કે નહીં. અત્યાર સુધી કેટલા ઇન્જેક્શનો મેળવાયા અને કેટલા વેચ્યા છે. અન્ય કોઈ સરકારી તબીબ કે સ્ટાફની સંડોવણી અંગે હાલ તપાસ ચાલુ હોવાથી જણાવવાનું યોગ્ય લખાવ્યું ન હતું.