દિલ્હી-

તિબેટ પર કબ્જાે જમાવી બેઠેલા ચીન ત્યાં પોતાની પકડ સતત મજબૂત કરી રહ્યું છે. સાથો સાથ તેની નજર તિબેટ સરહદને અડીને આવેલા બીજા દેશો પર પણ છે. ડ્રેગન તિબેટના ભારત, ભૂતાન, અને નેપાળ સરહદને અડીને આવેલા ગામડાંમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઝડપથી વધારી રહ્યું છે. અરૂણાચલ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ચીનની હલચલ વધી ગઇ છે. તો કેટલાંય મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે જાેડાયેલા બાંધકામ કરી રહ્યા છે. શુક્રવારના રોજ ચીની સરકારે તિબેટ પર શ્વેતપત્રથી આ ખુલાસો થયો છે.

તો આ બધાની વચ્ચે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ અરૂણાચલ પ્રદેશ સેકટરને અડીને આવેલી ઉત્તરી સરહદ પર સેનાના ઓપરેશનલની તૈયારીઓ માટે સમીક્ષા કરી. સેના પ્રમુખે આ દરમ્યાન સૈનિકોને ચીની ગતિવિધિઓને લઇ એલર્ટ રહેવાનું કહ્યું.ડ્રેગન અરૂણાચલ પ્રદેશને અડીને આવેલા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કેટલીય આશંકાઓને જન્મ આપી રહ્યા છે. આ નવા ખુલાસા બાદ પ્રશ્ન એ થવા લાગ્યો છે કે અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરનાર ડ્રેગન શું ત્યાં પણ લદ્દાખ જેવી સ્થિતિ પેદા કરવાની તૈયારીમાં છે?

રાષ્ટ્રપતિ શી જિનપિંગના ૨૦૧૨માં સત્તામાં આવ્યા બાદ સુરક્ષા પર વધુ જાેર આપતા નવા ગામડાંઓની સ્થાપના કરી ચીનના સરહદી વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપી. ભારત-ચીન સરહદ વિવાદમાં ૩૪૮૮ કિલોમીટર લાંબી ન્છઝ્ર છે. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો હિસ્સો બતાવીને પોતો દાવો કરી રહ્યું છે. પરંતુ ભારતે દ્રઢતાથી તેનો દાવો રદ કર્યો છે.ચીન ૪૭૭ કિલોમીટર લાંબી સરહદ ભૂતાનની સાથે શેર કરે છે જ્યારે નેપાળની સાથે ૧૩૮૯ કિલોમીટરની સરહદ છે. સરહદી ગામોના વિકાસને રાષ્ટ્રપતિ જિનપિંગના એ પત્રમાં પણ રેખાંકિત કરાયા હતા જે ૨૦૧૭માં તેમણે અરૂણાચલ પ્રદેશની નજીક લ્હુન્જે કાઉન્ટીના એક તિબટી પરિવારને લખ્યું હતું અને તેમને ચીની ક્ષેત્રની સુરક્ષા માટે પોતાના મૂળિયા જમાવાની અને પોતાના ગૃહનગરના વિકાસ પર તવજ્જો આપવાનું કહ્યું હતું.