ભારતીય ક્રિકેટમાં બેટ્સમેનોની લાંબી પરંપરા રહી છે. પ્રત્યેક ફોર્મેટમાં ભારતીય બેટ્સમેનોએ પોતાનો પ્રભાવ છોડયો છે. વિજય હઝારે, વિજય મરચન્ટથી લઈને સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને હવે વિરાટ કોહલી. સચિન તેંડુલકરને ભારતના જ નહીં પરંતુ વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન મહાન બેટ્સમેનોમાં ગણાવામાં આવે છે પરંતુ વિઝડન ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા એક ઓનલાઇન પોલમાં માસ્ટર બ્લાસ્ટર સચિન રાહુલ દ્રવિડ કરતાં પાછળ રહી ગયો છે. વિઝડને પોલમાં પૂછયું હતું કે આ બંને ભારતીય બેટ્મસેનોમાં છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી વધારે સારો બેટ્સમેન કોણ છે ? દ્રવિડ અને સચિન વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો પરંતુ આખરે ધ વોલના નામે જાણીતા દ્રવિડને સચિન કરતાં વધારે વોટ મળ્યા હતા અને તેને છેલ્લા ૫૦ વર્ષમાં શાનદાર ભારતીય ટેસ્ટ બેટ્સમેનનો પુરસ્કાર મળ્યો હતો.