ડભોઇ : ડભોઇ નગરપાલિકા ની બેદરકારી ને કારણે રોડ પર રેઢીયાળ ઢોર અડીગો જવામી બેસે છે જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડે છે. સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનેલા ઢોર ડબ્બા ખાલીખમ રહેતા હોય તેમાં પણ અતિશય ગંદકી હોયછે. ડભોઇ નગરપાલિકા માં રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં રખડતા ઢોરોનો કોઈ નિકાલ થતો નથી.   

 થોડા વખત પહેલાં નગરપાલિકા દ્વારા આવા રોડ પર ફરતા ઢોરો માટે ઠેરઠેર રીક્ષા ફેરવી દંડની જોગવાઇ કરી હતી પરંતુ ખાલી વાતો કરી પછી કોઇ કામ કરવાનું જ નહીં એવી રીતે ટેવાયેલી પાલીકા કચેરી એનો અમલ કરતી જ નથી એ એક મોટો સવાલ ઉભો થાય છે.

  વહીવટીતંત્રે આનો વહેલી તકે નિકાલ લાવે તેવી લોકોની માંગ છે. શિનોર ચોકડી, જે.જે. પેટ્રોલ પંપ, એસટી ડેપો રોડ , મહાલક્ષ્મી ચોક, દયારામ નગર કૃષ્ણ ટોકીઝ પાસે, નાંદોદી ભાગોળ પાસે વડોદરી ભાગોળ હીરા ભાગોળ મહુડી ભાગોળ તેમજ શાક માર્કેટ પાસે ની જગ્યાએ શાકભાજી વાળા નો જે કચરો હોય છે. તે રોજે રોજ ભરી લે તો રખડતા ઢોર આવી જગ્યાએ જશે નહીં અને લોકો ઢોર નો ત્રાસ ચોક્કસ દુર થશે પણ નગરપાલિકા આ દિશામાં કામ કરેતો? લાખો રૂપિયાના ખર્ચે બનેલા ઢોર ડબ્બા ઘણા વર્ષોથી ખાલીખમ છે.