વડોદરા

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થાના સુચારૂ અમલ માટે મુખ્ય માર્ગો પર કેમેરા લગાવવાનું આયોજન હાથ ધરાયું છેે. પોલીસ પ્રશાસન દ્વારા ૧૦ પોઈન્ટ ઉપર 20 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકા તરફથી પણ એક છેડો લેવામાં આવ્યો છે 239 લોકેશન ઉપર 395 ફિક્સ કેમેરા અને આઠ લોકેશન ઉપર 110 પીટીઝેડ કાર્યરત છે. વર્ષ ૨૦૧૫ ડિસેમ્બરથી વર્ષ ૨૦૨૧ સુધી પોલીસ પ્રશાસન દ્વારા કાયદાના ઉલ્લંઘન બદલ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ મુજબ સ્પીડ પોસ્ટ થકી 15.64 લાખ ઇ ચલણ મેમો લોકોને ફટકારવામાં આવ્યા છે. અને જે થકી પોલીસ પ્રશાસનને 36 કરોડ 34 લાખની આવક થઇ છે.

ઉલ્લેખનીય છે કે  વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરાના ઈન્સ્ટોલેશન અને ઓ એન્ડ એમ માટેના તમામ ખર્ચ વડોદરા સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ લિમિટેડના આઈસીસી પ્રોજેક્ટના ભાગરૂપે થાય છે. જાહેર સ્થળોએ સર્વેલન્સના કેમેરા હોવા જોઈએ કારણ કે તે જાહેર સલામતીની ખાતરી કરે છે પોલીસ કેમેરાથી રેકોર્ડ કરેલા ગુન્હાઓ અટકાવી શકે છે.ગુન્હાહિત કેસોને ભૌતિક પુરાવા સાથે ઝડપથી હલ કરી શકે છે. વધુમાં મિલકતની ચોરી અને તોડફોડ સામે રક્ષણ આપે છે. તપાસ દરમ્યાન સર્વેલક્ષણ ફૂટેજ હંમેશા પુરવાઓનો નિર્ણાયક ભાગ હોય છે. કેમેરા ઘણા ગુન્હાઓનું નિરાકરણ પ્રદાન કરે છે સાથે ટ્રાફિક જામ થાય અથવા તો કોઇ નાગરિક ગંદકી કરે થુકે અથવા તો સફાઈ ના થઇ હોય તેવા સ્થળો જોઈ શકે અને સફાઈ કરાવી શકે.

જો કે  ઇ ચલણ વર્ષ 2018 માં ફક્ત 3 મહિના કામગીરી કરી નથી સાથે હાલ 2021 ના વર્ષમાં એપ્રિલથી ઈ ચલણની કામગીરી બંધ છે.  ગૃહ વિભાગની બેઠકમા હાજર રહેલા ધારાસભ્યો રજૂઆતો કરે છે પરંતુ કઈ જ ઉપજતું ન હોય તેમ જણાઈ રહ્યું છે. ઈ ચલણ આપવામાં આવતું હતું તેમાં પહેલા ૧૦૦/- પછી ૩૦૦/- અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવાની હોય છે.