વડગામ :વડગામ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી રઢીયાળ વહીવટીતંત્રના કારણે આમ જનતાને નાહકની પરેશાનીઓ ભોગવવી પડી રહી છે.વડગામ તાલુકા વરસડા નજીક રોડ વચ્ચે ઘુંટણથી પણ વધારે પાણી ભરાઇ રહેતા આ રોડ ઉપરથી પસાર થવા માટે વાહનચાલકો તેમજ લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.નાહકનું રીક્ષા,સ્કૂટર,બાઇક,કાર સહીતના નાના વાહનના ચાલકોને વધારાના કીલોમીટર ફરવા પડી રહ્યા છે.વડગામથી સિધ્ધપુર મહેસાણા જવા આવવા માટેનો સીધો અને શોર્ટકર્ટ્‌સ રસ્તો હોવાથી સવાર સાંજ અનેક વાહનચાલકો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે.પરંતુ વરસાદ પડતાં જ આ રોડ ઉપર ઢીંચણથી પણ વધારે પાણી રોડ ઉપર ભરાઇ રહે છે.જેના કારણે વાહનચાલકો અને લોકોને રોડ ઉપરથી ચાલવું મુશ્કેલ બની જાય છે.રોડની બંને બાજુ ખેતરોના માલિકો દ્વારા પાળા બનાવી દેતા તેમજ રોડ નીચો બની જતા રોડ ઉપર પાણી છેલ્લા બે વર્ષથી ચોમાસામાં પાણી ભરાઇ રહેતું હોવા છતાં માર્ગ મકાન વિભાગના સત્તાધીશો તેમજ સ્થાનિક વતંત્ર રેઢીયાળ બની આંખે પાટા બાંધીને ગાંધારીની ભુમીકા ભજવી રહ્યું છે.