વડગામ, તા.૨૬ 

વડગામ તાલુકાના વરસડા ગામ નજીક રોડ ઉપર નજીવા વરસાદ માં જ પાણી ભરાઈ રહેતા અનેક વાહનચાલકો ત્રસ્ત થઈ રહ્યા છે.છતા પણ માર્ગ અને મકાનના સત્તાધીશો દ્વારા કાયમી નિકાલ ન લવાતાં આ વિસ્તારના લોકો પરેશાની ભોગવવી રહ્યા છે. વડગામના વરસડા થી મગરવાડા જવાના રોડ ઉપર દર ચોમાસામાં નજીવા વરસાદમાં જ વરસડા પાસે રોડ વચ્ચે પાણી ભરાઈ રહે છે.માર્ગ અને મકાન વિભાગની લાપરવાહી ના કારણે વરસડા, એદરાણા, ફતેગઢ, પસવાદળ, ધારેવાડા, માનપુરા, સહીત અનેક ગામડાઓના વાહનચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડીતી હોય છે. વડગામ પાલનપુર તરફ અવર જવર માટે નો મુખ્ય રસ્તો હોવાથી. આ રસ્તા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી દર ચોમાસામાં નજીવા વરસાદ માં જ ઘુટનથી પણ વધારે પાણી ભરાઈ રહેતું હોવાથી રોડ ઉપરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. ઘણી વાર નાના વાહનો અધવચ્ચે જઇને જ બંધ પડી જતા હોઇ છે.જેથી દર ચોમાસામાં આ રોડના સત્તાધીશોની ઘોર ઉપેક્ષાના કારણે પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ વાહનચાલકોની થઇ રહી છે.વડગામ ભારતીય જનતા પાર્ટીના ના પુર્વ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને વસડાના રહીશ ફલજીભાઇ પટેલ દ્વારા રોડ વિભાગના સત્તાધીશોનું ધ્યાન દોરાયું હતું.