જમ્મુ કાશ્મીર-

પાકિસ્તાન હવે આકાશ દ્વારા આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યું છે. ફરી એક વખત પાકિસ્તાને ભારતમાં ડ્રોન સર્વેલન્સનું નાપાક કૃત્ય કર્યું છે. શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જમ્મુ -કાશ્મીરના સાંબા જિલ્લામાં રાત્રે 3 અલગ અલગ સ્થળો પર ફરતા જોવા મળ્યા હતા. આ માહિતી અધિકારીઓએ આપી હતી. જોકે, સુરક્ષા દળો દ્વારા ફાયરિંગ કર્યા બાદ આ ડ્રોન ગાયબ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરે 8.30 વાગ્યે બારી-બ્રાહ્મણ, ચિલાદ્યા અને ગગવાલ વિસ્તારોમાં એક જ સમયે ડ્રોન જોવા મળ્યા હતા. લગભગ એક સપ્તાહ પહેલા અહીંની સરહદ નજીક કનચક વિસ્તારમાં પોલીસે પાંચ કિલોગ્રામ IED સામગ્રી સાથે લઈ જઈ રહેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પડ્યો હતો.અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના જવાનોએ પાકિસ્તાન પરત ફરતા ડ્રોન પર ચિલાદ્યા પર ગોળીબાર કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, અન્ય બે ડ્રોન જમ્મુ-પઠાણકોટ હાઇવે પર બારી બ્રાહ્મણ અને ગગવાલ ખાતે સંવેદનશીલ સ્થાનો પર ફર્યા બાદ તરત જ આકાશમાંથી ગાયબ થઈ ગયા હતા. પાકિસ્તાન હવે આકાશ દ્વારા આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યું છે. ફરી એક વખત પાકિસ્તાને ભારતમાં ડ્રોન સર્વેલન્સનું નાપાક કૃત્ય કર્યું છે. શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જમ્મુ -કાશ્મીરના સાંબા જિલ્લામાં રાત્રે 3 અલગ અલગ સ્થળો પર ફરતા જોવા મળ્યા હતા. આ માહિતી અધિકારીઓએ આપી હતી. જોકે, સુરક્ષા દળો દ્વારા ફાયરિંગ કર્યા બાદ આ ડ્રોન ગાયબ થઈ ગયા હતા.