રાજકોટ-

રાજકોટ જિલ્લાનાં કોટડા સાંગાણી તાલુકામાં પણ પાંચેક ઈંચ વરસાદ માંડ પડયો છે. જિલ્લા પંચાયતનાં પૂવ સભ્યો અને વિંછયાનાં આગેવાનોએ જણાંવ્યુ હતુ કે ઓછા વરસાદથી કપાસ અને મગફળીનાં પાકને મોટો ફટકો પડયો છે. મગફળી પાક સુકાવા લાગ્યો છે. કુવાઓમાં પાણી નથી નદી - નાળા સુકાયા છે તળાવો ખાલી છે આવી સ્થિતિમાં સરકાર ઝડપથી આ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. જસદણ - વિંછીયા જેવી જ હાલત પડધરીની છે. પડધરીનાં ધારાસભ્ય લીલીત કગથરાએ પણ સરકારે આ તાલુકાને દુષ્કાળગ્રસત જાહેર કરવા માગણી કરી છે. રાજકોટ જિલ્લામાં આશરે પ. ર૦ લાખ હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થયુ છે તેમાંથી ર લાખ હેકટર કરતા વધુ વાવેતર આ ચાર - પાંચ તાલુકામાં થયુ છે.

વરસાદ જાે હજુ ખેંચાશે તો લાખો હેકટરમાં પાકને મોટુ નુકશાન થશે. તળાવો - ચેકડેમ પણ ખાલી હોય પાક - પાણીનું ચિત્ર ચિંતાજનક ઉપસી રહયુ છે. અનેક ગામડાઓમાં અત્યારથી પીવાનાં પાણીની ખેંચ ઉભી થઈ રહી છે. રાજકોટ કલેકટર કચેરીએ શહેરી એરીયામાંથી મળેલા આંકડાની સરખામણીમાં તાલુકાનાં ગ્રામ્ય સ્તરેથી વરસાદનાં આંકડાઓ જે પંચાયતો મારફત મળ્યા છે તેમાં મોટો તફાવત છે. ચાર તાલુકાઓમાં ચાર ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. પંચાયતનાં અહેવાલ મુજબ આ વર્ષે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં જેતપુર ૯૮ મીમી, જસદણ પ૯ મીમી, પડધરી ૭પ મીમી, અને વિંછીયામાં ૯૩ મીમી વરસાદ નોંધાયો છે. મહેસુલ વિભાગનાં અછત મેન્યુલ મુજબ જે તાલુકામાં પાંચ ઈંચ ( ૧રપ મીમી ) કરતા ઓછો વરસાદ પડયો હોય એ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે. કોરોનાની લોકોને માંડ કળ વળી રહી છે ત્યાં દુષ્કાળનાં એંધાણ મળી રહયા હોય લોકોની ચિંતા વધી રહી છે. ઉતર ગુજરાત જ નહિ સોરાષ્ટ્રનાં અનેક તાલુકાઓમાં પણ આ વર્ષે ઓછો વરસાદ પડયો છે. રાજકોટ જિલ્લાનાં ૧૧ તાલુકામાંથી ચાર તાલુકામાં ચાર ઈંચ કરતા ઓછો વરસાદ પડયો હોવાનાં અહેવાલો ગ્રામ્ય સ્તરેથી જિલ્લા પંચાયત કચેરીને મળ્યા છે.