મુંબઇ- 

ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તી મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. ડ્રગ્સના કેસમાં રિયાની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. જે 22 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી. પરંતુ અત્યારે રિયાને જેલમાં રહેવું પડશે. રિયાની ન્યાયિક કસ્ટડીમાં 6 ઓક્ટોબર સુધી વધારો થયો છે

રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીએ બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આજે બોમ્બે હાઈકોર્ટમાં થવાની હતી. પરંતુ મુંબઇમાં ભારે વરસાદને કારણે આજે આ સુનાવણી યોજાશે નહીં. ગત રાતથી મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે બોમ્બે હાઈકોર્ટ આજે બંધ છે 

રિયા અને શોવિકે એનસીબીની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેઓ સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરતો હતો. રિયા અને શોવિકની અનેક ડ્રગના વેપારીઓ સાથેની ચેટનો ખુલાસો થયો છે. એનસીબીએ ડ્રગ્સના કેસમાં અત્યાર સુધીમાં કુલ 18 લોકોની ધરપકડ કરી છે.