ગાંધીનગર -

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારની કોરોના વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજવા માટે લેખિતમાં સૂચના આપવામાં આવી છે. મહત્વની જો વાત કરવામાં આવે તો ડ્રાય રન દરમિયાન કયા પ્રકારની મુશ્કેલીઓ સામે આવી રહી છે. એક પેશન્ટ અથવા તો એક વ્યક્તિને વેક્સિનેશન આપવા માટે કેટલો સમય ખર્ચ થાય છે. તે અંગેની જાણકારી પ્રાપ્ત થાય તે માટે યોજવામાં આવે છે. ગુજરાત સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં વ્યક્તિને તેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર તમામ વેક્સિનેશન કાર્ય માટે સજ્જ છે. કેન્દ્ર સરકાર ગમે ત્યારે જાહેરાત કરે ત્યારે ગુજરાતમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવશે. જ્યારે રાજ્યના શહેર જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ૧૫ જાન્યુઆરીની આસપાસ સમગ્ર દેશમાં વેક્સિનેશન ની પ્રક્રિયા શરૂ થઇ જશે. જ્યારે ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર જ્યારે વેક્સિનેશનની જાહેરાત કરશે. ત્યારે ગણતરીના જ કલાકો અને દિવસોમાં વેક્સિનેશન ની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ જથ્થો મુંબઈ ખાતેથી આવશે અને સૌપ્રથમ સ્ટેટ ગોડાઉનમાં આ જથ્થો ઉતારવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ જિલ્લા અને તાલુકા ડેપો ખાતે વેક્સિનેશનનો જથ્થો આપવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ સમસ્યા હશે તો વેકસીન માટે સ્પેશિયલ ગ્રીન કોરિડોર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.