દિલ્હી-

દેશમાં મહિલાઓની વિરૂદ્ધ ગુનાઓને દિન પ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે ગૃહ મંત્રાલયે આજે એક એડવાઇઝરી બહાર પાડી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ કરીને હાથરસની ઘટનામાં જે રીતે શરૂઆતના સ્તર પર પોલીસથી બેદરકારી સામે આવી છે તેનુ સમાધાન કરવા માટે મંત્રાલયે કહ્યું છે. પીડિતોઓને ઘણીવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે. MHA એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે FIR તાત્કાલિક ધોરણે નોંધાવમાં આવે. ગૃહ મંત્રાલયે પોતાની એડવાઇઝરીમાં કહ્યું છે કે એફઆઈઆર ફાઇલ કરવી ફરજિયાત છે. મંત્રાલયે આઈપીસી અને સીઆરપીસીની જોગવાઈઓની ગણતરી કરતાં કહ્યું કે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ તેનું પાલન સુનિશ્ચિત કરે. ગૃહ મંત્રાલયે ચેતવણી આપતા કહ્યું કે બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

એડવાયઝરીમાં શું કહેવામાં આવ્યુ :-

– સંજ્ઞેય ગુનાની સ્થિતિમાં એફઆઈઆર દાખલ કરવી ફરજિયાત છે. કાયદામાં ‘ઝીરો એફઆઈઆર’ની પણ જોગવાઈ છે (જો ગુનો પોલીસ સ્ટેશનની હદથી બહાર થયો છે).

– IPCની કલમ 166 A (c) હેઠળ, એફઆઈઆર દાખલ ન કરવા બદલ અધિકારીને સજાની જોગવાઈ છે.

– સીઆરપીસીની કલમ 173માં બળાત્કાર સાથે જોડાયેલ કેસની તપાસ બે મહિનામાં કરવાની જોગવાઇ છે. MHA એ તેના માટે એક ઑનલાઇન પોર્ટલ બનાવ્યું છે જ્યાંથી કેસનું મોનિટરિંગ થઇ શકે છે.

– સીઆરપીસીની કલમ 164-એ મુજબ બાળાત્કાર/જાતીય શોષણના કેસની માહિતી મળવા પર 24 કલાકની અંદર પીડિતાની સહમતિથી એક રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર મેડિકલ તપાસ કરશે.

– ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 32 (1) મુજબ મૃતક વ્યક્તિનું નિવેદન તપાસમાં એક મહત્વપૂર્ણ તથ્ય હશે.

– ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ ડાયરેક્ટોરેટ એ યૌન શોષણના કેસમાં ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવા, સંગ્રહિત કરવા માટે ગાઇડલાઇન્સ બનાવી છે. તેનું પાલન થાય.

– જો પોલીસ આ જોગવાઈઓનું પાલન નહીં કરે તો ન્યાય થશે નહીં. જો બેદરકારી સામે આવે છે તો આવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ.