આણંદ-

ગુજરાતમા ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ વચ્ચે આણંદમાં દારૂની મહેફિલ પકડાઈ છે. આંકલાવના ઉમેટામાં દારૂની મેહફિલ પકડાઈ છે. ખાનગી ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે પોલીસ ત્રાટકી હતી. આ દારૂની મહેફિલમાં 9 નબીરા પકડાયા છે. સાથે જ 4 ડાન્સર યુવતીઓ પણ પકડાઈ છે. ગત રાતે દારૂની મેહફિલ માણતા પકડાયા છે.

આકલાવના  ફામૅહાઉસ પર દારૂની મહેફીલ માણતા ચાર યુવતી સહિત તેર ઝડપાયા, કોરોના મહામારી માં આશીક લોકડાઉન અને રાત્રી કર્ફયુ શહેર વિસ્તારમાં લાગુ પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં લાગુ ન હોવાના કારણે મહેફિલો ના આયોજન થતાં હોય તેમ આકલાવ તાલુકાના મોટી સંખ્યાડ ખાતે આવેલ ફામૅહાઉસ પર દારૂની મહેફિલ માણતા ચાર યુવતી સહિત તેર ને આકલાવ પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગત અનુસાર શહેર વિસ્તારમાં રાત્રી કર્ફયુ લાદવામાં આવતા મહેફિલ ના આયોજન કરનારા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી કર્ફયુ ના અમલ ના હોય ફામૅહાઉસ પર વિદેશી દારૂની મહેફિલ ના આયોજન કરવામાં આવતા હોય તેમ આકલાવ તાલુકાના મોટી સંખ્યા ખાતે આવેલા ફામૅહાઉસ પર ગતરાત્રીના આકલાવ પોલીસ ને વિદેશી દારૂની મહેફિલ થતી હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતાં ફામૅહાઉસ પરથી ચાર યુવતી સહિત તેર વ્યક્તિ ને ઝડપી પાડી સ્થળ પરથી વિદેશી દારૂ, બીયરની બોટલ બાયટીગ,બે કાર બાઇક સાથે રુપિયા વીસ લાખ ઉપરાંત નો મુદામાલ જપ્ત કરી પ્રોહિબીશન ની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ફામૅહાઉસ પર વિદેશી દારૂની મહેફિલ માણતા નબીરા ઓ પકડાતા ચકચાર મચી જવા પામી હતી.