વડોદરા-

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને તમામ પાર્ટીઓ તૈયારીમાં કુદી પડી છે. રાજ્યમાં હાલમાં આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ઘણી સક્રિય થઈ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કાર્યક્રમ સ્થળે ગોઠવી દેવામાં આવ્યો હતો વડોદરા નેશનલ હાઇવે ઉપર ભાઇકાકા પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાઘોડિયાના કોંગ્રેસ અગ્રણી અને બરોડા ડેરીના ડિરેક્ટર રાજુ અલવા, પાદરા ભાજપાના અગ્રણી જયદીપસિંહ ચૌહાણ, વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નિરંજન જોષી તેમજ વાઘોડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રતનસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં ભાજપા અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા હતાઅને આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી હતી.