અમદાવાદ-

કોવિડ-૧૯ મહામારીની સૌથી મોટી અસર શિક્ષણક્ષેત્રમાં જાેવા મળી છે. છેલ્લા ૧ વર્ષના સમયમાં નવા આવિષ્કાર અને ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણ પ્રણાલીમાં પણ વિવિધ પ્રકારના પરિવર્તન આવ્યાં છે. વર્તમાન સમયમાં કેટલાક અંશે ફરીથી સ્કૂલ કૉલેજીસ શરૂ કરવામાં આવ્યા છે. જેને અનુસંધાને ય્‌ેંના ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ટરનેશનલ રીલેશન દ્વારા તાજેતરમાં વિશ્વના ૭ ખંડના ૧૩ તજજ્ઞ શિક્ષણવિદોને એકમંચ પર લાવીને “વિઝન ૨૦૩૦ ઃ અ ફ્યુચર ઑફ ગ્લોબલ એજ્યુકેશન” વિષય પર ઈ- સિમ્ફોસિયાનું આયોજન કર્યું હતું.

આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના એમએલએ જુલિયા ડોરોથીએ જણાવ્યું હતું કે, વિશ્વની તમામ યુનિવર્સિટીએ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જે આગામી સમયમાં તેમની કૉમ્યુનિકેશન સ્કિલ, ઉદ્યોગસાહસિકતા, ઉચ્ચ નૈતિકમૂલ્યો, ક્રિટીકલ થિંકીંગ અને ક્યુરિયોસીટી વિકસાવવામાં મદદરૂપ થશે. યુકેની કોવેન્ટ્રી યુનિવર્સિટીના કુલપતિના અંગત મદદનીશ પ્રો. મોહમેદ લુફ્તિએ જણાવ્યું કે, ભવિષ્યની નોકરીઓ ટેકનોલોજી આધારીત હશે, ડિગ્રી આધારીત નહી. વિદ્યાર્થીઓએ શૈક્ષણીક જ્ઞાનની સાથે-સાથે નવીનત્તમ ટેક્નોલોજીના મૂળભૂત સિદ્ધાંતો પણ શીખવા આવશ્યક છે.

આ ઈ-સેમિનારમાં યુનિવર્સલ બિઝનેસ સ્કૂલ સિડનીના ફાઉન્ડર એલન મેનલી, અફધાનિસ્તાનની રાના યુનિવર્સિટીના કૉ- ફાઉન્ડર ડૉ. સૈફિઉલ્લાહ નાઈમી, જર્મનીના હોચસ્ક્યૂલ વિસ્માર યુનિવર્સિટીના પ્રો.ડૉ. નોર્બટ ગ્રુએન્ડવાલ્ડ, બલ્ગેરીયાની વરના યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રો. ટુડોર રાડેવ, ઝીમ્બાવેની લૂપાને સ્ટેટ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પાર્ડોન કુઉપા, પોર્ટુગલના યુનિવર્સિડેડ પોર્ટુકેન્સના રેક્ટર પ્રો. સેબાસ્ટિયો ફેયો, અમેરીકાથી વર્લ્ડ બેંકના રીટાર્યરી ડૉ. રોની રાધિકર્યા, કેનેડાની લોરેન્ટીયન યુનિવર્સિટીના ડિન ડૉ. ડેન મિલ્લર, ફાન્સના ડૉ. ઓલિવર ફ્યુડમ, રશિયાની યુરલ ફેડરલ યુનિવર્સિટીના ડિરેક્ટર લાના વ્યસોત્સકાઈ અને ય્‌ેંના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ, કુલ સચિવ ડૉ. કે.એન.ખેર અને ડિઆઈઆરના ડે.ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી ડિજીટલ પ્લેટફોર્મ પર ઉપસ્થિત રહ્યા હતાં.