લદ્દખ,

લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 4.5 માપાયું છે. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર, સવારે 11 વાગ્યે કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેનું કેન્દ્ર કારગિલથી પશ્ચિમ દિશામાં 119 કિલોમીટર દૂર હતું.લદાખમાં ભૂકંપના આંચકા બાદ થોડા સમય પછી જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ આંચકા અનુભવાયા છે. બપોરે 2 વાગ્યે આવેલા આ ભુકંપની તીવ્રતા 3.6 માપવામાં આવી છે. અત્યારે કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી.

આ પહેલા 1 જુલાઇએ જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસમાં બે વાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર કિશ્તવાડમાં જ રહ્યું. મંગળવારે મોડી રાત્રે 11:32 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ડોડા જિલ્લામાં પણ આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 રહી છે