નર્મદા-

રાજ્યમાં આજકાલ ઠંડીનો માહોલ છે, અને અનેક શહેરોમાં તાપમાન નીચું જાય છે ત્યારે રવિવારે સવારે કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે લોકો જ્યારે ગુલાબી ઠંડીમાં નિંદ્રાધીન હતા ત્યારે મળસ્કે 3.53 કલાકે  ભરુચમાં 1.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો જ્યારે ગીર સોમનાથના તલાલામાં 8ઃ53 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તિવ્રતા રીક્ટર સ્કેલ પર 2.4 જેટલી નોંધાઈ હતી. 

દક્ષિણ એટલાન્ટીક મહાસાગરમાં ભૂકંપ નોંધાયા બાદ ચીલીએ પોતાના એન્ટાર્ટીકા ખાતેના લશ્કરી થાણામાં સુનામી આવે એવી ચેતવણી ઉચ્ચારી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ફાલકલેન્ડ આયલેન્ડમાં હતું. રીક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 7ની માપવામાં આવી હતી. આ ભૂકંપને પગલે મહાસાગરના કિનારાના વિસ્તારોમાં સુનામી આવવાની શક્યતાઓ વધી ગઈ છે. જુનાગઢમાં પણ સવારે 8ઃ57 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જુનાગઢના દેવગામ, લાડુડી, જલંધર અને કત્રાસા જેવા ગામોમાં પણ ધરતીકંપના આંચકા લાગતાં લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.