જમ્મુ,

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૪ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના હનેલેથી 332  કિ.મી. પૂર્વ દિશામાં નોંધાયુ છે. આ વાતની પુષ્ટી કરતાં નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપ આજે બપોરે 12.32 વાગ્યે આવ્યો હતો. જા કે, હજી સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી.

આ પહેલા શુક્રવારે રાત્રે લદ્દાખમાં 4.5 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય સિસ્મોલોજી (એનસીએસ) કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે આઠ વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર 25કિલોમીટરની ઊંડાઈ પર હતું. ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી.

હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર લદ્દાખ હતું અને આંચકાઓ કાશ્મીર ખીણના મોટાભાગના ભાગોમાં અને જમ્મુના કિશ્તવાડ અને ડોડામાં અનુભવાયા હતા. આપને જણાવી દઈએ કે હિમાલયનો પ્રદેશ ભૂકંપ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે