જામનગર-

જામનગરમાં એકવાર ફરી ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. મોડી રાત્રે જામનગર પંથકમાં ભૂકંપનાં બે આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 1.8 અને 2.2 નોંધાઇ છે. રાજ્યમાં જ્યા કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, તેવી જ રીતે ભૂકંપના આંચકાઓ પણ સતત વધી રહ્યા છે. રાજ્યમાં હવે જામનગરમાં ભૂકંપનો અનુભવ થવો જાણે સામાન્ય થઇ ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. અહી અવાર-નવાર ભૂકંપનાં આંચકા આવતા રહે છે. હાલ ચોમાસાની સીઝનમાં તો આ આંચકાઓનું પ્રમાણ વધી ગયું છે. મોડી રાત્રે પણ એકવાર ફરી લાલપુરમાં ભૂકંપનાં આંચકા આવ્યા હતા. રાત્રીનાં 11:03 કલાકે અને 1:15 કલાકે ભૂકંપનાં આંચકાનો અનુભવ થયો હતો. એક પછી એક આંચકાઓ આવવાથી જામનગરવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.