આપણા તમાના ઘરોમાં મોટાભાગે એલ્યુમિનિયમથી બનેલા વાસણોનો ઉપયોગ થાય છે. સમગ્ર દુનિયામાં લગભગ 60 ટકા વાસણો એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે. તેનુ સૌથી મોટું કારણ એ છે કે, એક તો તે અન્ય ધાતુઓની સરખામણીમાં સસ્તા અને ટકાઉ હોય છે. સાથે જ ઉષ્માના સારા સુચાલક પણ હોય છે.

એલ્યુમિનિયમના વાસણો ભલે સસ્તા પડતા હોય, પરંતુ તમારી હેલ્થ પર તેની ખરાબ અસર થાય છે. આ વાસણોમાં બનેલ ખોરાકના સેવનથી અંદાજે મનુષ્યના શરીરમાં રોજ 4 થી 5 મિલીગ્રામ એલ્યુમિનીયમ જાય છે. માનવ શરીર આટલા એલ્યુમિનિયમને શરીરની બહાર કરવામાં સમર્થ નથી હોતું. તમે ધ્યાન આપીને જોશો તો એલ્યુમિનિયમના વાસણોમાં બનેલ ભોજનનો રંગ થોડો બદલાઈ જાય છે.

સ્વાસ્થય પર તેની ખરાબ અસર થાય છે. કેમ કે, એલ્યુમિનીયમ ખાવાની સાથે રિએક્શન કરે છે. ખાસ કરીને એસિડીક પદાર્થો જેમ કે ટામેટા. તે રિએકશન કરીને એલ્યુમિનિયમ આપણા શરીરમાં પહોંચી જાય છે. વર્ષો સુધી જો આપણે એલ્યુમિનીયમમાં ખોરાક પકવો છો, તો આ એલ્યુમિનિયમ આપણા માંસપેશીઓ, કિડની, લિવર અને હાડકામાં જમા થઈ જાય છે. જેને કારણે અનેક ગંભીર બમીરીઓ ઘર કરી જાય છે. તેથી હંમેશા લોખંડ કે માટીના પાત્રોમાં જ ભોજન પકાવવુ જોઈએ. તે તમારા ભોજનની વધુ સ્વાદિષ્ટ અને તમારા સ્વાસ્થય માટે સારુ થઈ શકે છે.