લંડન

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઇઝીઝને ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં હિસ્સો આપવાની વાત કરે છે. આગામી ટુર્નામેન્ટ જે ૧૦૦ બોલના ફોર્મેટમાં રમવામાં આવશે. ઈસીબીએ આ સ્પર્ધામાં ભારતના સ્ટાર ખેલાડીઓને લલચાવવા માટે આ ઓફર કરવાનો ર્નિણય કર્યો છે.ધ ટેલિગ્રાફના જણાવ્યા અનુસાર ઈસીબી ટૂર્નામેન્ટમાં હાજર રહેલા ભારતીય ખેલાડીઓની સંખ્યાના આધારે ભારતીય ક્રિકેટ બોર્ડ ને એશિયન ટેલિવિઝન અધિકારમાં ભાગ આપવાનું વિચારી રહી છે.

અહેવાલ મુજબ ઇસીબીના અધ્યક્ષ ઇયાન વાટમોર અને ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસન જે ગયા મહિને ડે-નાઇટ ટેસ્ટ માટે ભારત પહોંચ્યા હતા તેઓ બીસીસીઆઇના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. એવા અહેવાલ પણ પ્રાપ્ત થયા છે કે ભારતીય ખેલાડીઓ પણ મહિલા 'ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આવતા વર્ષે આ ટૂર્નામેન્ટમાં પુરુષો માટે ભાગ લેવાનો માર્ગ મોકળો કરશે. અધિકારીઓ વચ્ચે વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠક આ ઉનાળામાં ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થઈ શકે છે.હન્ડ્રેડ મૂળરૂપે ૨૦૨૦ માં થવાનું હતું, પરંતુ કોવિડ-૧૯ રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવ્યું. આ ટૂર્નામેન્ટની શરૂઆત આ વર્ષે ૨૧ જુલાઇએ ઓવલ ખાતે થવાની હતી તે પહેલા ઈંગ્લેન્ડ સામેની ભારતની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ હતી.